________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧પ૯ જણાય છે, અપર જણાય છે; એ જ્ઞાનનો દ્રોહુ છે. અરે ! જ્ઞાન સામાન્યના પક્ષમાં રોકાય અને પરિણામીને જાણવાની ના પાડે છે એ પણ જ્ઞાનનો દ્રોહ છે.
૭૬૧
તીર્થંકર પરમાત્માની દિવ્ય ધ્વનિમાંથી આવેલી વાત છે. “પરિણામ થવા યોગ્ય થાય છે.” એમ જેને બેસે છે તેની કર્તા બુદ્ધિ છૂટી ગઈ. “જાણનારો જણાય છે” તેને પરને જાણવાનું બંધ થઈ જાય છે. કર્તાબુદ્ધિ છૂટી શું અને “ જાણનારો જણાયો શું!? કરવું અને જાણવાનું ગયું શું અને દૃષ્ટિ દ્રવ્ય ઉપર આવી જાય છે. અને અનુભવ થઈ જાય છે.
અત્યારે આ દિવ્ય ધ્વનિ છૂટે છે “થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે”, તે દિવ્ય ધ્વનિના શબ્દો કાન ઉપર આવે છે. પર્યાયને જાણવું તે બે નંબરનો વ્યાપાર છે. દ્રવ્યને જાણવું તે એક નંબરનો વ્યાપાર છે. પર્યાયથી અભેદ જ્ઞયને જાણવું તે એક નંબરનો વ્યાપાર છે. ત્રિકાળી અભેદને જાણે તે નિશ્ચય. ક્ષણિક અભેદને જાણે તો અંદરનો વ્યવહાર છે.
૭૬૨
જે જણાયો તે જાણનાર જ છે. જેમાં જણાયો છે ઈ પણ જાણનાર જ છે. જેમાં જણાણો ઈ... પણ અભેદ, અને જે જણાયો છે. પણ અભેદ.
૭૬૩ આની મહિમાનો કોઈ પાર નથી, એવી આ વાતો છે. “જાણનારો જણાય છે.” તે તો ખરેખર જાણનાર જ છે. “જાણનારો જણાય છે” તે પર્યાય ખરેખર જાણનારની જ છે. એટલે અભેદથી તે જાણનાર જ છે.
૭૬૪
ટૂંકો સાર ને જાણનાર જણાય રહ્યો છે; તેને જાણવાનું છોડીને તું પરને જાણવા રોકાઈ ગયો. તેમાં અટકી ગયો.
૭૬૫ હે! પ્રભુ! હું તારી ક્ષમાપના માગું છું. અનંતકાળથી જાણનારો જણાય છે છતાં મેં નકાર કર્યો છે. તું નથી જણાતો ને આ પર જણાય છે. આહાહા ! અકર્તા ને કર્તા માન્યો અને પરના જ્ઞાતાને, (વ્યવહારને) જ્ઞાતા માન્યો. નિશ્ચય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com