________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૫૭ મને પર જણાતું નથી. ભાવથી હોં! ભાષાથી નહીં. ભાષા જુદી ને ભાવ જુદો છે. ભાષા બોલે છે અને આ ભાવ છે એમ ન સમજી લેવું. હા; નહીંતર છેતરાઈ જશો. પણ એમાં અંદરમાં જે એનું વાચ્ય છે, તેનું ભાવભાસનમાં પરિણમન થવું જોઈએ. પ્રથમ ભલે માનસિક પરિણમન તે પરથી છૂટતું અને સ્વ તરફ વળતું એવું એક જ્ઞાન પ્રગટ થાય છે.
૭૫૦
“જાણનાર છું ને જાણનારો જણાય છે મને” ખરેખર પરમાર્થે બીજાને નમસ્કાર કરવાની મારામાં અયોગ્યતા પડી છે. પ્રકાશ નામની શક્તિ છે તેથી વેધ પણ પોતે અને વેદક પણ પોતે જ છે.
૭૫૧
જાણનારો કર્તાને; જણાયો! સામાન્ય સ્વભાવ તે કર્મ, એવું કર્તાકર્મ છે; પણ એવું નથી ત્યારે અનુભવ થાય છે. એવું છે ત્યાં સુધી અનુભવ ન થાય. પણ રાગનો કર્તા એ વાત તો અહીં છે જ નહીં. દિલ્હી બહુ દૂર છે. એની તો અહીં વાત જ નથી. એ તો અજ્ઞાન ઉત્પન્ન કર્યું એણે.
૭૫૨
જે જ્ઞય થાય તે કર્મ થઈ જાય. પર્યાયો છે પણ એ જ્ઞાનનું જ્ઞય નથી. એટલે તે કર્તાનું કર્મ પણ નથી. રાગ જણાય તો કર્તાનું કર્મ કહેવાય, પણ રાગ જણાતો નથી. જ્યારે “જાણનારો જણાય છે” “ત્યારે ઉપશમ સમ્યકદર્શન થાય છે. પ્રથમ અનાદિ મિથ્યાદષ્ટિ હોય તેને ઉપશમ થાય. સાદિ મિથ્યાદષ્ટિ હોય તેને આ કાળમાં ઉપશમ ન થાય પણ ક્ષયોપશમ થાય. કેમકે બીજી વખતે ઉપશમ થવાનો કાળ તો વચ્ચેનો બહુ લાંબો ગાળો છે.
૭૫૩
અનુભવ પહેલાં આત્મા અનુમાનમાં આવી જાય છે. એકલો પ્રતિભાસ નથી, પણ. પ્રતિભાસથી કાંઈક વિશેષ પણ છે. એને પ્રથમ પરોક્ષ અનુભૂતિ થાય છે. એને સવિકલ્પ વસંવેદન કહેવાય છે. “જાણનારો જણાય છે; “ જાણનારો જણાય છે; એ પરોક્ષમાં આવી જાય છે.
૭૫૪ આ ઉપયોગમાં આત્મા જણાય રહ્યો છે. “જાણનાર જણાય છે.” એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com