________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૫૫ ૭૩૯ જિજ્ઞાસા:- જાણનાર જણાય છે એ તો વિકલ્પ છે? સમાધાનઃ- વિકલ્પ નથી એ તો મોક્ષ છે.
૭૪૦
જાનન ક્રિયા તે જાણનારની જ ક્રિયા હોવાથી જાણનારને જ જાણે છે.
૭૪૧ શું જાણવામાં આવે છે? શું જાણવામાં નથી આવતું એ વાત મુનિરાજ ઘેર બેઠા કરે છે. તમને જાણનાર જ જણાય છે. પર જાણવામાં આવતું નથી. આટલું બોલીને મુનિરાજ બંધ થઈ જાય છે. કેટલી દુર્લભ વાણી છે?
૭૪૨ જીવપદમાં દેહ જણાય છેઃ “જાણનાર જણાય છે.”
७४३ રાગ જાણવામાં આવતો નથી; “ જાણનાર જ જણાય છે.” આ જ ભ્રાંતિ ટાળવાનો ઉપાય છે.
७४४ “પરિણામ સ્વયં થવા યોગ્ય થાય છે.” તો હું કોણ છું? એનો કરનાર છું? “નહીં.' તો એનો જાણનાર છું? “નહીં.' થવા યોગ્ય થાય છે. એનું લક્ષ દ્રવ્ય સામાન્ય ઉપર આવી જાય છે, ને “ જાણનારો જણાય છે.”
જાણનારો નવતત્ત્વને કરે છે. એમ નથી. જાણનારો... નવતત્ત્વનાં ભેદને જાણવા રોકાય એ જાણનાર નથી. એ.. નવતત્ત્વ કરતો એ નથી અને એને જાણતો એ નથી. જાણનારને જ જાણે છે.
ભૂતાર્થનયે નવતત્વને જાણતાં સમ્યકદર્શન થાય, થાયને થાય. નવતત્ત્વ વ્યવહારનયનો વિષય છે. એ વ્યવહારનયનાં વિષયને ભૂતાર્થનવે-પરમાર્થનયે જાણ ! વ્યવહારનયનો વિષય? તેને નિશ્ચયનયે જાણવું? “હા.” વ્યવહારનયના વિષયને વ્યવહારનયથી જાણે તો કર્તબુદ્ધિ રહી જશે. થવા યોગ્ય થાય છે એમ
ખ્યાલ નહીં આવે. પણ તેને ભૂતાર્થનયથી જાણે કે પર્યાય સત, અહેતુક, થવા યોગ્ય થાય છે, એના સ્વકાળે થાય છે. પરિણામનો હું કર્તા નહીં.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com