________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬
જાણનારો જણાય છે પરિણામનું લક્ષ આવે તો કર્તાપણું ને જ્ઞાતાપણું દેખાય ને! પરિણામનું લક્ષ રહે તો પરિણામની કર્તાબુદ્ધિ થાય. પરિણામનું લક્ષ રહે તો પરિણામ ય થાય. પણ પરિણામનું લક્ષ છૂટયું. કર્તા બુદ્ધિ છૂટી. જ્ઞાતા બુદ્ધિ છૂટતાં અભેદ સ્વભાવમાં આવે છે. અનુભવ થાય છે. તેને નવતત્ત્વને જાણતાં સમ્યક્દર્શન થયું એમ કહેવામાં આવે છે.
૭૪૫
બીજું જણાતું નથી એમ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી “જાણનાર જણાય છે” એવો વ્યવહાર વિશ્વાસ પણ નહીં આવે.
૭૪૬
પરિણામનાં બે પ્રકાર. એક કર્મના પરિણામ અને એક નોકર્મનાં પરિણામ. એ જ્ઞાનમાં પ્રતિભાસે છે. કરે છે પુદ્ગલ અને જણાય છે જ્ઞાનમાં, ત્યારે એ જ્ઞાનમાં “જાણનાર જણાય છે” એને ભૂલીને આને હું કરું છું એમ કર્તબુદ્ધિ કરે છે. આ મોટું શલ્ય છે. આ શલ્ય કાઢવા માટે કર્તાકર્મ અધિકાર લખવામાં આવ્યો છે.
७४७
જિજ્ઞાસા:- કેવો આત્મા જણાય છે?
સમાધાન- પર્યાયને કરે એવો આત્મા મને જણાતો નથી. તેમજ પર્યાયને જાણે એવો આત્મા મને જણાતો નથી. મને તો પર્યાય ન કરે અને ન જાણે એવો “જાણનારો જણાય છે.”
७४८
દુઃખને ભોગવે છે એવું દુઃખ થાય છે તમને?
દુઃખને આત્મા ભોગવે છે એ વાત કરવા માટે તમારે મારી તબિયતનાં ખબર કાઢવા ન આવવું. મને એનું સ્મરણ કરાવશો માં....! આ હા! મને એવું સ્મરણ કરાવો કે ભગવાન આત્મા તો દુઃખના કાળે પણ દુઃખનો ભોક્તા નથી. અને “ જાણનારો જણાય છે.” દુઃખનો ભોક્તા તો નથી પણ દુ:ખનો જ્ઞાતા પણ નથી.
૭૪૯ નિશ્ચયના પક્ષમાં આવીને કહે છે કે “મને જાણનાર જણાય છે.” ખરેખર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com