________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮
જાણનારો જણાય છે થોડીક વાર થોડીકવાર હોં !! ઝાઝી વાર નહીં. થોડીકવાર થાય તો ઉપયોગ સૂક્ષ્મ થવા માંડે. સૂક્ષ્મ થતો થતો.... સૂક્ષ્મ થઈને; સૂક્ષ્મને પકડી લ્ય છે. ત્રિકાળી દ્રવ્યને પકડી લે છે ઉપયોગ.
૭૫૫ લક્ષ ફરે છે. પર્યાય પર્યાયમાં રહી ગઈ. પર્યાયને ટાળવી નથી. લક્ષને ફેરવવું નથી. ફરી જાય છે એમ કહ્યું. “જાણનારો જણાય છે” એમાં લક્ષ ફરી જાય છે.
૭૫૬ થવા યોગ્ય થાય છે એમ હું એને જાણું છું. એને જાણે ત્યાં સુધી “ જાણનાર ન જણાય.” એને હું કરું છું ત્યાં સુધી “જાણનાર ન જણાય.” પર્યાયના ભેદને હું જાણું છું ત્યાં સુધી આત્માનાં દર્શન ન થાય. “થવા યોગ્ય થાય છે” એમાં કર્તા બુદ્ધિની નિવૃત્તિ થાય છે. અને હવે અત્તરથી જુએ તો સામાન્ય જણાય છે ત્યારે નવતત્ત્વના ભેદ વિશેષ જણાતાં નથી તો એમાં જ્ઞાતા બુદ્ધિ ગઈ.
૭૫૭ અરે ! નિયમસારમાં એક ગાથા છે એમાં આચાર્ય ભગવંત કહે છે કે આ સાત તત્ત્વો જે છે એ પરદ્રવ્યનો સમૂહ છે. એનાથી અમારી દષ્ટિ પરાડમુખ છે. સવિકલ્પ દશામાં અમે નવતત્ત્વના ભેદને જાણતા નથી. “ જાણનાર જણાય છે બીજું કાંઈ જણાતું નથી.” સાધકની કોઈ એવી અપૂર્વ દશા હોય છે અજ્ઞાનીને ખ્યાલ ન આવે.
૭૫૮ પર્યાયને જાણવાનું બંધ ક્યારે થાય? કેઃ જાણનારને જાણે ત્યારે. આ પર્યાય છે, તેને મારે જાણવી નથી તો એમ જાણવાનું બંધ નહીં થાય.
૭૫૯ મુનિરાજને ઉપદેશ આપવાનો પ્રતિબંધ નથી. કોઈવાર ક્યારેક અમૃત ઝરે છે. “તને જાણનાર જણાય છે, અને પર જણાતું નથી.” એ તમને ઘેર બેઠાં અનેક વાર મળી રહ્યું છે.
૭૬૦ “જાણનારો જણાય છે” એમ આવતાં “જાણનારો જણાય જાય છે.” પર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com