________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપર
જાણનારો જણાય છે યાદ નહીં કરવાનું પછી ઈ... વિકલ્પ તૂટી જાય છે.
૭૨૬ ઉપજે મોહ વિકલ્પથી”, ઇન્દ્રિયજ્ઞાનથી મોહની ઉત્પત્તિ તો થઈ ગઈ. હવે ટળે કેમ? કેટલું દાન આપે ત્યારે ટળે? કેટલા ઉપવાસ કરે ત્યારે મોટું ટળે ? કેટલી જાત્રા કરે તો મોહ ટળે ? કેટલા પદાર્થોનો ત્યાગ કરે તો મોહ ટળે ? ત્યારે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું !! શું કહ્યું? “અત્તરમુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર.” જે ઉપયોગ બહિર્મુખ ગયો છે, એ ઉપયોગ અંદરમાં જાણનારને જાણે ત્યારે મોહની ઉત્પત્તિ થતી નથી. ત્યારે તેણે મોહનો ક્ષય કર્યો કહેવામાં આવે છે. ખરેખર તો ક્ષય પણ નથી કરતો પણ આત્માના અનુભવના કાળે મોહની ઉત્પત્તિ થાય જ નહીં. “અત્તરમુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર.”
૭૨૭ જિજ્ઞાસા:- “જાણનારો જણાય છે” તેનું કારણ શું છે?
સમાધાન - જ્ઞાન અને જ્ઞાયક તાદાભ્ય છે માટે જાણનારો જણાયા જ કરે છે. અને આ જણાય છે તે તો “હું જ છું” એમ જો લે તો અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય છે.
૭૨૮ જાણનાર જ જણાય છે” તેની મને પૂરી જાણકારી છે; કેમકે તે અનાદિથી જાણવામાં આવી રહ્યો છે.
૭૨૯ જાણનારો જણાય છે” તેવા જાણનારને જાણે છે ત્યારે અનુભવ થાય છે. અને જે વાતથી અનુભવ થાય તે જ આત્માનો ત્રિકાળ સ્વભાવ છે.
૭૩૦ જાણનાર.. જાણનાર.. જાણનાર છે. તેમાં કરવું ક્યાંય આવતું નથી. કરવું ન હોય. જાણવું.. જાણવું, જાણવું જ આવે; પણ... કરવું, કરવું, કરવું આવતું જ નથી. કરવું ઈ તો અજ્ઞાનમાંથી આવે છે. જ્ઞાનમાંથી કરવાનો ભાવ ન ઊઠે. જે જાણનાર જાણવાપણે જણાયોને તે જાણવાપણે પરિણમે છે. તેવા સાધકને હું આને કરું છું તેવો કરવાનો ભાવ ઉત્પન્ન થતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com