________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૫૧ એમ જાણનાર જણાય છે. મને એવો માનસિક વિચાર પણ છૂટી જાય છે. અને સાક્ષાત અનુભવ થાય છે. તેને સમ્યકદર્શન, જ્ઞાન, ચારિત્ર કહેવામાં આવે છે.
૭૨૦ આત્મા ખરેખર પરને જાણતો જ નથી. “જાણનાર જ જણાય છે.” તેમાં આત્માનો સાક્ષાત અનુભવ થાય છે. પ્રગટ કરવાની અપેક્ષાએ પ્રયોજનની સિદ્ધિ થાય છે. મિથ્યાદર્શન હોવા છતાં તેના જ્ઞાનમાં સ્વપર પ્રકાશક ગયું નહીં. તેના જ્ઞાનમાં પણ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. સ્વપર પ્રકાશક ગયું નહીં.
૭૨૧ મને એક “જાણનારો જ જણાય છે” તે જ પ્રેક્ટિકલ છે.
૭૨૨
એકને (પરને જાણું છું ઈ ભ્રાંતિ છે. તેમજ બેને (સ્વપરને) જાણું છું ઈ... પણ ભ્રાંતિ છે.
જિજ્ઞાસા - ભ્રાંતિ કેમ કહ્યું?
સમાધાનઃ- તેમાં સ્વપરની એકતા થાય છે. જુદાઈ નથી. જાણનારો જણાય છે ને પર જણાતું નથી. તેમાં તો ભેદ જ્ઞાન છે. તેમાં તો અંત્તરમાં વયો જાય છે.
૭૨૩
થવા યોગ્ય થાય છે તેને જાણવા રોકાય તો જાણનાર ન જણાય, પર્યાય જણાય તો દ્રવ્ય ક્યાંથી જણાય? પર્યાય પણ જાણનાર દ્રવ્ય થઈને, અભેદ થઈને જણાય છે.
૭૨૪ અપર પ્રકાશક તે મૂળ સ્વભાવ છે. તેનો વ્યવચ્છેદ થઈ શકતો નથી. પણ... એમાંથી કોઈ વિચિક્ષણ જીવ છે તે એમ લ્ય છે કેઃ જાણનારો જ જણાય છે”, પર જણાતું નથી તે અસ્તિ-નાસ્તિ અનેકાંત છે.
૭૨૫ “જાણનાર છે અને જાણનાર જણાય છે” પછી પર નથી જણાતું ઈ...
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com