________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦
જાણનારો જણાય છે જ્ઞાયક જણાય છે તે હું” તેવી આત્મબુદ્ધિ ક્યાં કરે છે? અને પર, દાદિ જણાય છે તેમ ગ્રહે છે.
એ જ્ઞાનમાં સ્વપર બન્ને જણાતાં હોવા છતાં સ્ત્રના પ્રતિભાસ ને ઉપયોગાત્મક કરીને પકડતો નથી. પરનો પ્રતિભાસ થાય છે તેને ઉપયોગાત્મક કરીને પકડે છે. આ નવીનભાઈ છે... આ ફલાણાભાઈ છે તેમ પરયને ઉપયોગાત્મક કર્યું.
તેમ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, સમયે સમયે જ્ઞાયક જણાય છે, તેનો તિરોભાવ કરે છે. અને આનો (પરનો) આવિર્ભાવ કરે છે. આ નથી જણાતું મને મારો જાણનાર આત્મા જણાય છે તેને ઉપયોગ પકડી લ્ય છે. જણાય છે માટે જણાવો સહેલો છે. જણાતો ન હોય તે મુશ્કેલ છે. બધાને આત્મજ્ઞાન થઈ જાય તેવી સહેલી વાત છે.
૭૧૮ બે તત્ત્વ તદ્દન ભિન્ન ભિન્ન છે. એકમાં બીજાનો અભાવ છે. જીવ તત્ત્વમાં રાગાદિ આસ્રવનો અભાવ છે. અને બધાને જે જ્ઞાનમાં આત્મા જણાય છે એવા સામાન્યજ્ઞાનમાં પણ આસ્રવનો અભાવ છે. રાગાદિ ઉપયોગમાં આવતા નથી. રાગાદિનો પ્રતિભાસ થાય તે વખતે ભેદજ્ઞાન કરે છે; “મને જાણનારો જણાય છે”, રાગનો પ્રતિભાસ થવા છતાં રાગનું લક્ષ છૂટી જાય છે. રાગનું લક્ષ છૂટતાં જ શાયકનું લક્ષ થાય તે વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક્દર્શન, જ્ઞાન પ્રગટ થાય છે. આવું સમ્યક્દર્શન થયા પછી ચારિત્રની વાત આવે.
૭૧૯ વ્યવહાર રત્નત્રયનાં પરિણામનો ભેદ તે વ્યવહાર નથી. નિશ્ચય રત્નત્રયનાં પરિણામનો ભેદ તે વ્યવહાર છે. આ ગળપણ સાકરનું છે. આ ગળપણ જે છે ને તે સાકરની છે, એટલો ભેદ વ્યાજબી છે. પણ આ સાકરની કડવાશ છે એ તો છે જ નહીં. સાકરનું ગળપણ છે તેમાં એ સ્વાદ નહીં આવે. સાકર ગળી છે. સાકર ગળી છે.. સાકર ગળી છે...સાકર ગળી છે. પછી મોંમાં મૂકશે. બોલ હવે સાકર ગળી છે. (મોં બંધ થઈ ગયું મૌન.)
જ્યાં ગાંગડો મોંમાં મૂક્યો કેવી છે સાકર? જ્યાં સ્વાદ લ્ય છે ત્યાં વિકલ્પ બંધ થઈ જાય છે. વાચા બંધ થઈ જાય છે. મૌન છે. એકલો સ્વાદ લ્ય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com