________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮
જાણનારો જણાય છે ન થાત. દર્શન થાય છે તે એમ બતાવે છે કે જ્ઞાન ઉપયોગને રાગ એ વખતે ભિન્નભિન્ન રહ્યા છે. જેમ રાગમાં આત્મા નથી જણાતો તેમ રાગને જ્ઞાન ઉપયોગ એકમેક થઈ ગયા હોય, તો તો ઉપયોગ મલિન થઈ ગયો હોય, ઉપયોગની સ્વચ્છતાનો અભાવ થઈ ગયો હોત તો આત્મા ન જણાત. અનુભવમાં ન આવત. સ્વચ્છતાનો સદ્દભાવ છે માટે આત્મા જણાય છે. “ જાણનારો જણાય છે” તો શુદ્ધોપયોગ થઈ જાય છે. સ્વચ્છતા પ્લસ શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. સ્વચ્છતા અનાદિની છે. અનુભવ થાય છે ત્યારે આનંદ આવે છે.
૭૦૯ યોગ્યતા પાકે ક્યારે? જેને સ્વભાવનો પક્ષ છે એની યોગ્યતા પાકી ગઈ છે અને વ્યવહારના પક્ષવાળાની યોગ્યતા પાકી નથી, એમ જ્ઞાનીને ખ્યાલમાં આવે છે. જ્ઞાનીને ખ્યાલ આવે છે કે આ તો સ્વભાવના પક્ષમાં નથી. વ્યવહારના પક્ષવાળો આત્માથી દૂર છે. વ્યવહારનય દૂરવર્તી છે. દૂરદૂર વર્તી છે. ભગવાન આત્મા “હું તો શુદ્ધ છું; હું તો અભેદ છું; જ્ઞાયક છું; સામાન્ય છું. એવો જે નિશ્ચયનયનો વિકલ્પ છે, “છે” વિકલ્પ! પણ... તે વિકલ્પ નીકટવર્તી છે. નીકટવર્તી હોવાથી જેવો આત્માનો તાપ લાગે છે. જેમ શિયાળામાં ઠંડી લાગી હોય, અને અગ્નિ પાસે જાય તો ઠંડી ઊડી જાય છે. શાયકનો તાપ એવો છે કેઃ “હું જ્ઞાયક છું”; “હું જ્ઞાયક છું;
જાણનારો જણાય છે”, “જાણનારો જણાય છે” એવા નિશ્ચયના પક્ષમાં આવ્યો છું અને અનુભવ થયો શું? એમ શાસ્ત્રમાં છે હોં આ બધી વાત ! અને જ્ઞાનીઓનાં અનુભવમાં પણ આવે છે.
૭૧૦ એ જ્ઞાનની દિવ્યતા છે કે “જ્ઞાનમાં બધાને જાણનારો જ જણાય છે.”
૭૧૧ નથી' શબ્દ છે તે ભેદજન્ય વિકલ્પના નાશ માટે છે. “જાણનારો જણાય છે પછી નથી જાણતો જાણનાર ને વગેરે...!”
૭૧૨ જાણનારનો જાણકાર હોવાથી પોતે જાણનારો જ છે. પોતે જ જણાય છે. પોતે જ જણાય છે તેવો પોતે જ જાણનાર છે. આમ જાણનારો જણાય છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com