________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૪૭
અલ્યા રાગ છે ને ન જણાય! છે? કયાં છે પણ ? આની કોર અહીંયા (આત્મામાં) આવીને જો ને! આની કોર આવીને જોઉં છું તો મારામાં રાગ નથી. રાગ હો તો હો! હું તો શુદ્ધાત્મા ૫૨માત્મા છું. નિજ પરમાત્મામાં ભક્તિનો રાગ થાય કે નહીં? જરાય ન થાય. સાધકને અસ્થિરતાનો રાગ થાય તો તેને પોતાનું સ્વરૂપ નથી જાણતાં; ભિન્ન જાણે છે.
૭૦૬
આત્માને યાદ કરતો કષાયની મંદતા સહેજે થાય. કર્તાબુદ્ધિ વિના થાય. એમાં આ શુદ્ઘનયનો ઉદય થાય. જે જ્ઞાન શુદ્ઘની સન્મુખ થયું તે જ્ઞાન પણ શુદ્ધ થઈ ગયું. ‘શુદ્ઘનય’ શબ્દ છે ને? એટલે શુદ્ધોપયોગને આત્માના શુદ્ધ સ્વભાવને પ્રગટ કરતો ઉદય થાય છે. શુદ્ધનય તે વિભાવને પ્રગટ કરતો નથી. અંત્તરમુખ થયેલું જ્ઞાન એકલા “સામાન્યને અવલોકતું અને વિશેષને નહીં અવલોકતું.” વિશેષ એટલે પર્યાય. પર્યાય હોવા છતાં પર્યાય ઉપરથી લક્ષ છૂટી જાય છે. દ્રવ્ય સામાન્ય ઉપ૨ લક્ષ આવે છે.
66
લાડવાનું દૃષ્ટાંત આપ્યું હતું ને ? લાડવો દેખાય છે ને ભાણું ભરેલું છે પણ બીજું કાંઈ દેખાતું નથી.
૭૦૭
અનુભવનો કાળ આવે છે ને ત્યારે “જાણનારો જણાય છે.” ત્યારે ઉપયોગ આત્મ સન્મુખ થાય છે. તેને શુદ્ઘનય કહેવામાં આવે છે. આત્માના સ્વભાવનો ત્રિકાળ સ્વભાવ જે પારિણામીક ભાવ છે; નિત્ય નિરાવરણ છે, પ્રત્યક્ષ પ્રતિભાસમયી છે; તેવા આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદય થાય છે. એકલા સ્વપ્રકાશક જ્ઞાનમાં ભગવાન આત્મા અનુભવમાં આવે છે. પરના લક્ષે અનુભવ આવતો નથી.
૭૦૮
આત્મામાં રાગ નથી, આત્માના જ્ઞાનમાં પણ રાગ નથી. આવું જ્ઞાન પ્રત્યેક સમયે બધાને પ્રગટ થાય છે. જેમાં બાળ-ગોપાળ સૌને આત્મા જણાય રહ્યો છે. આહાહા ! જેમ રાગ અને જ્ઞાનની પર્યાયનું એકત્વ થઈ ગયું હોત તો જ્ઞાનની પર્યાય સ્વચ્છ ન રહેત. અને જો સ્વચ્છ ન હોત તો તેમાં જ્ઞાયકભાવનાં દર્શન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com