________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૪પ “જાણનાર જણાય છે પર જણાતું નથી.” આહા...! કુદરતી વાણી અંદરથી જ આવે છે. અનુભવની વાણી તો અનુભવમાંથી જ આવે છે. કેટલાકને કોરી ધારણામાંથી આવે. પરંતુ આ તો અનુભવજ્ઞાન અને ધારણા જ્ઞાનથી જુદી વચલી ધારાની વાણી હતી. પરને જાણે છે તે સંતોએ વ્યવહાર કહ્યો છે. તેનો તેને નિષેધ આવ્યો.
૬૯૭ ચેતનામાં ચેતન જણાય છે માટે તો અનુમાન જ્ઞાનમાં આવી રહ્યો છે.
૬૯૮
ખરેખર જાણનાર જાણનાર જ છે, જાણનારને જ જાણ્યા કરે છે. અને જાણનાર જ જણાયા કરે છે.
૬૯૯ ભગવાન! તું પરને જાણતો જ નથી. તો પર્યાયનું લક્ષ છૂટે છે અને “જાણનારો જણાય જાય છે.”
૭૦૦ “જાણનારો જણાય છે” ખરેખર પર જણાતું જ નથી”, શ્રદ્ધાનો વિષય સહેલો છે. જ્ઞાનનો વિષય કઠિન છે.
૭૦૧
જેમાં પાંચ મહાવ્રત જણાય છે તે જ્ઞાનમાં તો જાણનારો જ જણાય છે. તેથી સ્વપર પ્રકાશક તે પ્રકાશક જ છે.
૭૦૨ દરેક ઈચ્છા સ્વરૂપને જ પ્રસિદ્ધ કરે છે. એવી ઈચ્છા થાય છે કે મને આત્માનો અનુભવ થાય, તો તે ઈચ્છા પણ તારી સફળ થશે. કારણકે “નિરંતર જાણનાર જ જણાય છે.” તેવો અનુભવ તો થઈ રહ્યો છે. સ્વીકાર કરી લે !!
૭૦૩ જાણનારો જણાય છે” તે વાક્ય બધાને માટે મંત્ર છે. દિવસનાં દશ વખત વિચાર કરવો અંગ્રેજીમાં કહે કે કોઈને ક્રોધ આવ્યો હોય તો વન, ટુ થી તેમ ટેન સુધી બોલે તો ગુસ્સો ઠંડો પડી જાય. આ તો વાતો સાંભળી છે.
તેમ કોઈનો પિત્તો ફાટી ગયો હોય. શેઠનો નોકર ઉપર સાસુને વહુ ઉપર;
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com