________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૪૩
૧૮૮
તારે પરનું લક્ષ છોડવાની પણ જરૂરત નથી. પરંતુ હું પરનું લક્ષ કરું છું ઈ માન્યતા છોડી દે. “હું જાણનાર ને જાણું છું.”
૬૮૯ પુદગલ શબ્દરૂપે પરિણમે છે માટે રાગ, દ્વેષ મોહ થાય છે તેમ નથી. તેમ જ્ઞાન આત્માને જાણવા રૂપે પરિણમે છે માટે રાગ, દ્વેષ મોહ થાય છે તેમ નથી. પરંતુ મને જાણનાર જણાય છે” તે ભૂલે છે. ને હું પરને જાણું છું, સાંભળું છું, તેમાં રાગ, દ્વેષ મોહની ઉત્પત્તિ થાય છે.
૬૯૦ લક્ષ લક્ષણનો ભેદ નહીં આવે તેવો જાણનારો જણાય છે.
૬૯૧
સામાન્ય જ્ઞાનમાં આત્મા જણાય છે, અને વિશેષ શુદ્ધોપયોગ થઈ જાય છે. સામાન્ય જ્ઞાનમાં તો બધાને બાળગોપાળ સૌને જણાય છે. જણાય છે તેથી સમ્યકદર્શન છે તેમ નથી. તો તો બધા જ સમ્યક્ દષ્ટિ હોવા જોઈએ. આહા! અને જો જાણતો જ નથી તો તો જ્ઞાનનો અભાવ થતાં દ્રવ્યનું અસ્તિત્વ જ રહેતું નથી.
લક્ષણના અભાવે લક્ષનો અભાવ થઈ જાય છે. માટે લક્ષણ પ્રગટ છે. પ્રગટ લક્ષણમાં આત્મા બધાને અનુભવમાં આવે છે. અનુભવમાં આવે છે એટલે પ્રત્યક્ષ પ્રતિભાસ થાય છે. જણાય છે, પણ એને જાણતો નથી. જણાય તો છે બધાને!! પણ એને જાણતો નથી. જાણનાર જણાય છે, તે જ જણાય છે, એવું ઘોલન અંદરમાંથી આવે છે ને જાણનાર જણાય છે તેમાં જ્ઞાન નવું પ્રગટ થાય છે. અનંત કાળથી નહીં પ્રગટ થયેલું હોં! આ મંત્ર છે હોં! આ મંત્રમાં બાર અંગ રહેલાં છે.
૬૯૨ આ વાક્ય સાધારણ લાગે છે. “જાણનાર જણાય છે” જાણનારો જણાશે એમ નહીં. “જાણનાર જણાય છે” બધાને પ્રત્યેક સમયે “જાણનાર જણાય છે.” ને; રાગ જણાતો નથી. છ દ્રવ્ય જણાતાં નથી. આહા! છ દ્રવ્યને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન જુદુ અને જે સામાન્ય ઉપયોગમાં આત્મા જણાય છે તે જુદી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com