________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
તેને જાણ! તેમાં બધું જ આવી ગયું.
૧૪૯
૭૧૩
વિશેષ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરે છે, એટલે અજ્ઞાનરૂપ અજ્ઞાન પરિણામને કરે છે. જ્ઞાનનું ડોકું મરડી નાખે છે. જ્ઞાનનું અજ્ઞાનત્વ કરી નાખ્યું. પ્રગટ તો જ્ઞાન જ થતું હતું, તેમાં પ્રગટપણે તન્મયપણે આત્મા જણાતો હતો પણ જ્યાં રાગ જણાય છે, ત્યાં જ્ઞાનનું અજ્ઞાન કરી નાખ્યું. આ રાગ મારો છે, હું રાગને કરું છું, રાગ મારો, આખો સંસાર ઊભો થયો. રાગ જ્ઞાતાનું શેય છે તેમ જાણવાના કાળે ભૂલે છે. પણ આ “ જાણનારો જણાય છે” તેનાથી રાગ ભિન્ન જણાય છે, તેનું ભેદજ્ઞાન કરતો નથી.
(૧) રાગ જ્ઞાનમાં આવતો નથી. (૨) જ્ઞાન રાગને જાણતું નથી, (૩) જ્ઞાનમાં રાગ જણાતો પણ નથી કેમકે ભિન્ન છે (૪) જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે અને જ્ઞાન જ્ઞાયકને જાણે પણ છે.
૭૧૪
99
બધું જ જણાય છે તે જ્ઞેયાકાર છે, તેવો એક “જાણનારો જ જણાય છે’ તે જ્ઞાનાકાર છે.
૭૧૫
જાણના૨ ને જ જાણી રહ્યો છે તે ૫૨મગુરુ છે.
૭૧૬
ભેદવિજ્ઞાન જેનું મૂળ છે; “ જાણનારો જણાય છે ને ૫૨ જણાતું નથી.” એનું નામ ભેવિજ્ઞાન છે. અકર્તા છું ને કર્તા નથી, બે જ દોષ છે. ઝાઝું તો કાંઈ નથી. ઝાઝું હોય તો યાદ ન રહે. આ તો બે જ વાત છે. પરનો કર્તા નહીં ને ૫૨નો જ્ઞાતા નહીં. આવા ભેદજ્ઞાનથી આત્માનો અનુભવ થાય છે.
૭૧૭
અનાદિ કાળથી લક્ષ બહાર છે અને જ્ઞાનમાં જાણનાર જણાય છે એ વાત એણે કોઈ કાળે સાંભળી નથી; અને સાંભળી હોય તો એ વાત એને બેસતી નથી. એક તર્ક આવ્યો! તર્ક કરી શકાય કેઃ વર્તમાન વર્તતા જ્ઞાનમાં, પર્યાયમાં આત્મા જણાતો હોય તો એને સમ્યક્દર્શન એટલે આત્માનો અનુભવ થઈ જવો જોઈએ. તો સમ્યગ્દર્શન તો નથી. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. “ આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com