________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪
જાણનારો જણાય છે ચીજ છે. સમય એક પર્યાય એક, ભાગ લે છે. આહાહા! અજ્ઞાનીને પણ બે ભાગ છે. એટલે તો બાળ ગોપાળ સૌને અનુભવમાં આવે છે એમ કહ્યું ને?
ઇન્દ્રિયજ્ઞાન તો સર્વથા ભિન્ન છે. ત્યાં કથંચિત્ ભિન્ન અભિન્નનો પાઠ નથી. અને લક્ષણ તો કથંચિત્ ભિન્ન અભિન્ન છે. કથંચિત્ અભિન્ન છે ને એટલે જણાય છે. સર્વથા ભિન્નમાં ન જણાય.
રાગ તો સર્વથા ભિન્ન છે માટે રાગમાં ન જણાય. ઇન્દ્રિયજ્ઞાન જે પરાલંબી છે તે પણ સર્વથા ભિન્ન છે. અને જે જ્ઞાન છે તે “ઉપયોગ લક્ષણમ્” એ... ઉપયોગમાં બાળ-ગોપાળ સૌને અનન્યપણે જાણનાર જણાય છે. કથંચિત્ અભિન્ન છે. અભેદ છે તેથી જણાય છે.
૬૯૩
જ્ઞાનમાં આત્મા છે તેથી જ્ઞાનમાં આત્મા જણાયા કરે છે. આને વિશ્વાસ નથી આવતો કેઃ “જાણનાર જણાય છે.” અનાદિથી અજ્ઞાન ભાવે એવો વિશ્વાસ આવે છે કે “હું પરને જાણું છું” આચાર્ય ભગવાન “ના” પાડે છે. જ્યાં સુધી તારા અભિપ્રાયમાં છે કે હું પરને જાણું છું ત્યાં સુધી તું અજ્ઞાની રહીશ.
૬૯૪ ભગવાન આત્મા જ્ઞાનમાં જણાતો ન હોત તો ઉપયોગ જ ન રહેત. જ્ઞાનની પર્યાયમાં “જાણનારો જણાય છે” માટે તો જ્ઞાન છે. મિથ્યાત્વની પર્યાયમાં “જાણનારો જણાતો નથી” માટે મિથ્યાત્વ આંધળો છે, જડ છે.
૬૯૫ અનુમાનમાં જે સ્વીકાર કરશે કે “જાણનારો જણાય છે. તે વ્યવહાર શ્રદ્ધા છે. તે પરોક્ષ છે પરંતુ તેને જ્યારે પ્રત્યક્ષપણે “જાણનારો જણાશે” તે જ નિશ્ચય છે.
૬૯૬
પર જણાય છે તે વાત લાવ્યો કયાંથી?
એટલો જાણનારના પક્ષમાં એનો વિકલ્પ વીંટળાઈ ગયો હતો ત્યારે આ વાત આવી. થોડા કાળમાં પક્ષીતિક્રાંત થઈને અનુભવ થશે, અને મોક્ષમાં જશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com