________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨
જાણનારો જણાય છે નહીંતર તો બધાને અનુભવ હોય. બધા સમ્યક્રદૃષ્ટિ થઈ જાય. ઈ. વાક્ય ને જો નિશ્ચયમાં ઉતારી લ્યો તો થઈ રહ્યું! જ્ઞાયકનો આવિર્ભાવ કરે તો સમ્યક્દર્શન હોતા હૈ. આહા ! ઈતની દેર છે. આવિર્ભાવ કરો. શ્રદ્ધા કા બળ આ જાય.. જાણનાર જણાય છે. શ્રદ્ધા કા બળ આ જાય તો ઉપયોગ પ્રત્યક્ષ રૂપ હો જાતા હૈ. પરોક્ષ તો છે, પણ પ્રત્યક્ષ રૂપ હો જાતા હૈ.
૬૮૬
આત્મા પરને જાણતો નથી તેમાં વિષય જીતાય છે. વિષય જીતતાં કષાય જીતાય છે. પછી રાગને કરવાની વાત કયાં રહી? જાણેલાનું શ્રદ્ધાન થાય છે. “જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી.” તેમાં વિષય જીતાય જાય છે. “જાણનાર છું ને કરનાર નથી, એકમાં જીવનું ખરું સ્વરૂપ લક્ષમાં આવે છે, તે અનુભવમાં આવે છે. એટલે સંવર થાય છે. “ જાણનાર છું ને કરનાર નથી” તે દ્રવ્યનો નિશ્ચય છે. “ જાણનાર જણાય છે ખરેખર પર જણાતું નથી તે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. આ બે વાત આગમથી પ્રસિદ્ધ છે.
૬૮૭
હરણાંને રણમાં પાણી નથી ને પાણી ભાસે છે તે ભ્રાંતિ છે, તેમ રાગાદિનો કર્તા નથી ને કર્તા માને તો ભ્રાંતિ છે. તેમ શુભાશુભ ભાવ આવે તેનો હું જાણનાર છું અને તે જણાય છે તે ભ્રાંતિ છે. શુભાશુભ ભાવ જણાય છે કે, જાણનાર જણાય છે? આહા! ૨૭૧ કળશમાં રાજમલ્લજીએ છ દ્રવ્યને જાણે છે તે ભ્રાંતિ કહી. હવે છ દ્રવ્યમાં પુદ્ગલને જાણે છે તે ભ્રાંતિ; એટલે પુદ્ગલનાં પરિણામ શુભાશુભ ભાવ છે તેને જાણે ઈ પણ ભ્રાંતિ. કેમકે શુભાશુભ ભાવને જાણવાનું બંધ કરી દે. એને જાણ્યા કરીશ તો એમાં આત્મબુદ્ધિ થશે. કેમકે જાણેલાનું શ્રદ્ધાન થઈ જશે.
જાણવામાં શુભાશુભ ભાવ આવ્યા તો એમાં અહપણું આવ્યા વિના રહેશે જ નહીં. ત્યાં જ દ્રવ્યને જાણું છું તે ભ્રાંતિ. છ દ્રવ્યમાં પુદ્ગલ. પુગલમાં ત્રણ ભેદ, નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ. આ આવ્યું ને આમાં. ભાવકર્મ કષાય છે, તેનાં દર્શન કરવાં છે તારે !? કષાયનાં દર્શન કરવાથી ધર્મ ન થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com