________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪)
જાણનારો જણાય છે તો છ દ્રવ્યમાં આત્મબુદ્ધિ થયા વિના રહે જ નહીં, નિયમ. અહીં તો (આત્મામાં) આત્મ બુદ્ધિ થઈ જ નથી.
હવે સાધક સવિકલ્પમાં છ દ્રવ્યને જાણે છે એ વિકલ્પ ઊઠે છે. પછી ફરીથી લ્ય છે કે છ દ્રવ્યને જાણતો જ નથી. કે. “મને જાણનાર જણાય છે.” ફરીથી ઉપયોગ અંદરમાં આવ્યા કરે છે. ચારિત્ર માટે પણ નિષેધ કરવો પડે છે.
૬૭૬ વિચિક્ષણ જીવ છે તે એમ લ્ય છે કે જાણનાર જ જણાય છે.” તે અતિ વાક્ય છે. “જાણનાર જણાય છે ને, પર જણાતું નથી,” તે અસ્તિ નાસ્તિ વાક્ય છે.
૬૭૭
જાણનાર જણાયા કરે છે” માટે તો રાગમાં આત્મબુદ્ધિ થતી નથી.
૬૭૮ જિજ્ઞાસાઃ અનુભવ થતાં શું જણાયું?
સમાધાનઃ “જાણનારો જણાય છે તેમ જાણવામાં આવ્યું પરંતુ પર જણાય છે તેમ જાણવામાં આવ્યું નહીં.
૬૭૯ આત્મા કહેવો? જાણનાર કહેવો? અને પરને ન જાણે અને સ્વને જ માત્ર જાણે તેવો કહેવો! આ અલૌકિક વાત છે. કબુદ્ધિ જાય છે, પછી જ્ઞાતા બુદ્ધિ પણ જાય છે. જાય છે તો અનુભવના કાળમાં એક સમયમાં; પણ અધ્યયનમાં થોડો ટાઈમ લાગે. વધારેમાં વધારે છ મહિના લાગે. જયપુર શિબિરોમાં હું જતો ત્યારે વિદ્યાર્થીઓને કહેતો.... ત્રણ મહિનાનો અકર્તાનો અભ્યાસ કરો. અને પછી ત્રણ મહિના હું પરને જાણતો જ નથી તે અભ્યાસ કરો. બે વાક્યો છે... “હું જાણનાર છું ને કરનાર નથી.” જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી.” ઈ. ખરેખર શબ્દ ઘણો જ માર્મિક ઈમ્પોર્ટન્ટ છે.
૬૮૦
અજ્ઞાન અવસ્થા હો, બહિરાત્મા હો, અત્તરઆત્મા હો, કે પરમાત્મા હો,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com