________________
૧૩૮
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જાણનારો જણાય છે
તેનો તે.., “ જાણનારો જ જણાયા કરે છે.” વિષય ફરતો નથી.
KEE
લખવાની ક્રિયા જુદી છે. વિકલ્પની ક્રિયા જુદી છે. વ્યાકરણમાં શબ્દમાં દોષ હોય તો ગ્રહણ ન કરજે, અનુભવથી ગ્રહણ કરજે. શબ્દ મ્લેચ્છ ન થઈશ. હું મારા નિજ વૈભવથી શાસ્ત્ર લખું છું. અનુભવ ચાલુ છે. “ જાણનાર જણાય છે.” એક વા૨ અનુભવમાં આવ્યો જ્ઞાતઃ એક વખત જણાયો તે સર્વ અવસ્થામાં જણાય છે માટે આનંદ ચાલુ છે.
૬૬૭
ઉપયોગમાં જાણનાર જણાય છે તેથી તો ઉપયોગનું અસ્તિત્વ છે. ઉપયોગમાં નિરંતર જાણનારનો અભિષેક થઈ રહ્યો છે.
૬૬૮
,,
‘જાણનારને જાણું આઠો યામ એ સિવાય બીજું નહીં કામ.
૬૬૯
રાગ જ્ઞેય છે; રાગમાં જ્ઞાન નથી. પૂ. ગુરુદેવે હૈદ્રાબાદમાં બાબુભાઈ ઝવેરીને કહ્યું; “ જે જ્ઞાન રાગને જાણે છે તે અજ્ઞાન છે.” આત્માને જાણે છે તો તો સમ્યજ્ઞાન કહેવાય. રાગને જાણું છું; દુઃખને જાણું છું; ૫૨ને જાણું છું; તે અજ્ઞાન કહેવાય. તેનો આવિર્ભાવ થઈ ગયો.
66
આવિર્ભાવ કયારે થાય ખબર છે? જ્ઞાયકનાં પ્રતિભાસનો તિરોભાવ થાય ત્યારે જ અજ્ઞાનનો આવિર્ભાવ થાય. (સાધક થયા ) પછીના આવિર્ભાવની વાત જુદી છે. જ્ઞાયકનો આવિર્ભાવ રહે તો (રાગાદિનો ) તિરોભાવ થાય... પછી ઓનો (પ્રતિભાસરૂપ શૈયાકારનો ) પણ આવિર્ભાવ થાય અને ઈ... તો કેવળીમાં પણ છે. સાધકમાં પણ છે, પણ એ વાત જુદી છે.
૬૭૦
‘જાણનાર જણાય છે તે જ હું છું” તેમ જાણનારના અસ્તિત્વને ગ્રહણ કર.
૬૭૧
66
‘જાણનાર જણાય છે, તે જાણતો થકો જણાય છે.” હું જાણનાર છું તેવા અભેદરૂપથી જાણવા રૂપે પરિણમ્યો છે. તે જ્ઞાન જ પૂરો પરિણામી આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
66