________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૩૭ શિથિલ થઈને મરી જશે, અને આત્મજ્ઞાન પ્રગટ થશે. આ અંદર જવાનો ઉપાય છે કે હું પરને જાણતો નથી, પણ જાણનાર જ જણાય છે અને આ મહામંત્ર છે. પૂ. ગુરુદેવ કહે છે કે પર જણાય છે તે તો ભ્રાંતિ થઈ ગઈ છે તને.
૬૬૨
“જાણનાર જણાય છે” તેનો વિશ્વાસ ન કર્યો તે તો દુ:ખ છે. જાણનહારનો અનાદર કર્યો તેથી આનંદ ન આવ્યો. જાણવામાં આવે છે તે તો હું જ છું તો આનંદ આવ્યો.
૬૬૩ જ્ઞયાકાર જ્ઞાનનો તિરોભાવ કરે છે એટલે પ્રતિભાસ ઉપરથી લક્ષ છૂટી જાય છે. નૈમિત્તિક ઉપરથી લક્ષ છૂટે છે અને ત્રિકાળી સ્વભાવ ઉપર દષ્ટિ જતાં, તન્મય થઈને જ્ઞાયકને જાણી લે એટલે આવિર્ભાવ થઈ જાય છે. બધાને જ્ઞાયકનો પ્રતિભાસતો થાય છે. પણ સમયે-સમયે એનો તિરોભાવ કરે છે અને પરના શેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ કરે છે, તેનું નામ અજ્ઞાન. કોઈ જીવ એમ જાણે કે પર જણાતું નથી ને “જાણનાર જણાય છે” તો જ્ઞયાકાર જ્ઞાનનો તિરોભાવ કરે છે. અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરે છે.
૬૬૪ આહા! (૧) જ્ઞાયક (૨) ઉપયોગ (૩) સ્વપરનો પ્રતિભાસ. ચોથા પોઈન્ટ કાં જ્ઞાનનું જ્ઞાનત્વ અને કાં જ્ઞાનનું અજ્ઞાનત્વ. આ વાત આવીને ઊભી રહી ગઈ છે. હું ! કાં રાગ, દુઃખનાં પરિણામનો કર્તા થાય છે. અને જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે તે જ્ઞાન તો જ્ઞાયકથી અનન્ય છે. છતાં પણ એ જ્ઞાનમાં રાગને હું જાણું છું તો જાણેલાનું શ્રદ્ધાન થયા વિના રહેતું નથી. હવે એને બંધ કરીને “જાણનારો જણાય”, અને પછી રાગ જણાય તો વ્યવહાર કહેવાય. પછી રાગ જણાય ને તે વ્યવહારમાં જાય. પછી રાગ જણાય તો અધ્યવસાન ન થાય. જ્યાં સુધી એને રાગ જણાય છે ત્યાં સુધી સાધકને ચારિત્રનો દોષ છે. ફરીથી એને તિરોભાવ કરવો પડશે, ત્યારે અંદર જવાશે.
૬૬૫ એક વખત જેણે જાણનારનો આનંદ પ્રાપ્ત કર્યો છે તેને તો તેનો તે...,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com