________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૩૫
૫૨
જાણનારો માટે પોતે કર્તા, જણાયો માટે પોતે જ કર્મ. આત્મા કર્તા અને જ્ઞાન પર્યાય કર્મ તેવો ભેદ નહીં. આત્માને આત્મામાં રહી આત્મામાંથી જાણું છું. પછી નથી જાણનારને જાણતો, નથી જાણના૨ માટે જાણતો, એ કારકના ભેદ છૂટી જાય છે.
૫૩
“ જાણનારો જણાય છે” તે રાગાદિ ભાવકર્મના કર્તાપણે જણાયો તેમ નહીં, રાગાદિ ભાવકર્મના જ્ઞાતાપણે જણાયો તેમ નહીં, પરંતુ જ્ઞાયકપણે જણાયો.
૫૪
હવે તો નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આ દેહુ છે ત્યાં સુધી આખી જિંદગીમાં આ બે વાત જ કરવી છે. ત્રીજા વાત કરવી જ નથી. “આત્મા જાણના૨ છે ક૨ના૨ નથી.” એટલે પરિણમનાર નથી. જાણનાર છે તેથી
66
જાણનાર જ જણાય છે”, બીજું કાંઈ જણાતું જ નથી. ૫૨ તો જણાતું જ નથી, એની તો શું વાત કરીએ! પરંતુ પ્રમત્ત-અપ્રમત્ત પણ જણાતાં નથી. “ જાણનારો જણાય છે. આ બે વાત આમ જ રહેવાની છે. આમાં જરાપણ હલચલ થવાની નથી.
,,
૫૫
k
જ્ઞાયકના પ્રતિભાસને ઉપયોગાત્મક કરે છે તો સમ્યક્દર્શન થાય છે. રાગના પ્રતિભાસને ઉપયોગાત્મક કરતાં “હું રાગી તો મિથ્યાદર્શન થાય છે. પ્રતિભાસ મિથ્યા કે સમ્યકજ્ઞાનનું કારણ નથી. પ્રતિભાસ બંધ મોક્ષનું કારણ નથી. એનું લક્ષ કયાં જાય છે? બે પ્રતિભાસે છે તેમાંથી અહમ્ કયાં કરે છે? જ્ઞાનની પર્યાયમાં “ જાણનારો એ જણાય છે” ને પર પણ જણાય છે. એમાં પ્રતિભાસ બેના છે. પણ લક્ષ સ્વ ઉપર આવતું નથી. આહા! આવું છે. છે તો સાવ સહેલું! કળ થી છે... તો સાવ સહેલું. અજ્ઞાનીએ એવું ઊંધુ માર્યું છે, અને આહા!! પ્રતિપાદન વ્યવહારનાં ઠામ ઠામ હોં! સમયસારમાં છે કે શુદ્ઘનયનો ઉપદેશ વિરલ છે.
૫૬
અમારી પરિણતી હજુ મલિન છે. હમણાં કહેશે હોં!! જેમ છે તેમ જાણે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com