________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૩૩
૬૪૪
સ્પષ્ટ દર્શન, જ્ઞાનજ્યોતિ સ્વરૂપ છે. છે... છે... ને છે. કારણકે ચૈતન્યનું પરિણમન દર્શન જ્ઞાન સ્વરૂપ છે. જાણવા અને દેખવાની ક્રિયા સમયે સમયે થાય છે. એ ક્રિયામાં દેખનારો દેખાય છે. “ જાણનારો જણાય રહ્યો છે એમાં પણ એને “જાણનાર જણાય છે” એમ ન લેતા; મને પર જણાય છે; દુકાન જણાય છે; મોટર જણાય છે; પુત્ર-પુત્રી જણાય છે; પતિ જણાય છે; પત્ની જણાય છે; આહાહા...! એ પરને જાણવા રોકાણો. ને પારને પોતાનું માને એટલે અજ્ઞાની ચારગતિમાં રખડે છે. દુ:ખને ભોગવે છે. હવે વિષય બદલાવી નાખ ને?
૬૪૫
પરની સાથે કર્તાકર્મ સંબંધ ન હોય તો કાંઈ નહીં! નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન હોય તો કાંઈ નહીં !! પણ જ્ઞાતા શયનો સંબંધ તો ખરો કે નહીં ? હું જ્ઞાતાને છ દ્રવ્ય મારું શેય! એમ નથી. ભ્રાંતિ છે તને. તારું ય જ્ઞાનની બહાર ન હોય. જ્ઞાન જ શેય છે ને જ્ઞાન જ જ્ઞાન છે. જ્ઞાતા ય અંદર છે, બહાર હોય નહીં. માટે જ્ઞાતા શેયના વ્યવહારનો નિષેધ કર કે....
જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી.” તો એ વ્યવહારનો નિષેધ કરીને અંદર આવે. અંદર પહોંચ્યા પહેલાં વ્યવહાર ઊભો થાય છે. તે આટલો જ વ્યવહાર ઊભો થાય છે.
૬૪૬ જાણનાર જણાય છે” આ મંત્રની સાધના કરતાં ચૈતન્યદેવ હાજર થાય છે.
૬૪૭ રાગાદિ અને દેહાદિનું લક્ષ કરે છે તો સામાન્યજ્ઞાનનો તિરોભાવ ર્યો, અભાવ ન થયો. હવે પરનો પ્રતિભાસ તો છે પણ એના ઉપરનું લક્ષ છોડીને.... સ્વનાં પ્રતિભાસ ઉપર લક્ષ કરે તો સામાન્યનો આવિર્ભાવ થતાં સમ્યકજ્ઞાન થાય છે. પરનો પ્રતિભાસ રહી જાય અને સામાન્યનું લક્ષ થઈ જાય. પરનો પ્રતિભાસ રહી જાય અને પરનું લક્ષ છૂટી જાય.
લોકાલોકનો પ્રતિભાસ રહી જાય જ્ઞાનની સ્વચ્છતામાં પણ લક્ષ કયાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com