________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૨૯ આખો દરિયો ડહોળીને જાવું છે તો કિનારે; તેવી રીતે બધું જાણીને પહોંચવું તો છે, “હું જાણનાર છું” ત્યાં સુધી તો પહેલેથી કરે તો તેમાં વાંધો શું છે?
૬૨૬ તમારા જ્ઞાનમાં શરીર જણાય છે, દુ:ખ જણાય છે તેમ ન લેવું. અત્યારે મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. પ્રકાશમાં ઘટપટ પ્રસિદ્ધ થતું નથી. પ્રકાશમાં પ્રકાશ જણાય છે. મને બીજું કાંઈ જણાતું જ નથી. બીજું જણાય તો રાગદ્વેષ થાય ને? મને કાંઈ જણાતું જ નથી ને? જો જાણવા જશો તો રાગદ્વેષ થશે. અને જો જાણનારને જાણશો તો અનુભવ થશે. પથારીમાં થાય અનુભવ.
૬૨૭ જ્ઞાન કહે છે “હું રૂપી પદાર્થોના રૂપને જાણતો નથી.” મને તો “ જાણનારો જણાય છે”, તે જ મારું જ્ઞય છે.
૬૨૮ ધ્યેય તો સ્વપ્રકાશક છે; “જાણનાર છું” પરંતુ જોય પણ સ્વપ્રકાશક જ છે. પોતાને જાણતાં પોતે જ જણાય છે.
૬૨૯ આત્માનું જ્ઞાન હોવાથી (આત્મા) જાણનાર જ જણાય રહ્યો છે, તેથી પર જણાતું નથી અજ્ઞાની સમયે સમયે જ્ઞાનની ગરદન મરડે છે.
૬૩૦ જિજ્ઞાસાઃ હવે એવો મંત્ર આપો કે આના કરતાં હું ઉગ્ર પુરુષાર્થ કરું!
સમાધાન: તમારા જ્ઞાનમાં તમારો જ્ઞાયક જ જણાય છે. પ્રકાશમાં પ્રકાશ્ય જણાય છે. પ્રકાશમાં ઘટપટ જણાતું નથી. તેમ આ જ્ઞાનમાં જ્ઞય જણાતું નથી. તેવી જ રીતે અહીંઆ તેમ છે. “જાણનાર જણાય છે” ખરેખર પર જણાતું નથી. તે મંત્રની સાધના કરતાં કરતાં દેહ છૂટશે બસ. તો અલ્પકાળમાં તમને ત્યાં જ્ઞાનીનો યોગ થશે.
૬૩૧ તમારી સ્થિતિ એવી છે કે અત્યારે તમને જાણનારો જણાય છે. તમે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com