________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩)
જાણનારો જણાય છે જાણનારને જાણો છો. તમે શબ્દને જાણતા નથી.
૬૩ર મોક્ષમાર્ગ પ્રકાશકમાં વિષય કષાયની વ્યાખ્યા કરી છે. વિષય એટલે પરને જાણવાની ઇચ્છા અને કષાય એટલે પરને કરવાની ઇચ્છા. આત્મા ખરેખર પરને જાણતો નથી તેમાં વિષયોને જીતવાનો બોધ બતાવ્યો. વિષયોને જીતવાની વાત છે. ખરેખર આત્મા અકર્તા છે. કર્તા નથી. તેમાં કષાયને જીતવાનો બોધ છે. તેમાં કષાય જીતાય છે. જાણવાની ઇચ્છા થાય છે તે કષાયને સેવે છે. માટે “ જાણનારો જણાય છે” ખરેખર પર જણાતું નથી તેમાં વિષયને જીતવાની વાત છે.
વિષય અને કપાયને જીત્યા વિના સમ્યકદર્શન થાય જ નહીં. પછી અસ્થિરતાના વિષય તે કર્તાના કર્મમાં ન જાય, પણ જ્ઞાતાના જ્ઞયમાં જાય. હવે ઇચ્છાની ઇચ્છા નથી; એકત્વ નથી માટે. ઇચ્છા છે તે પણ અબુદ્ધિપૂર્વકની છે. ઇન્દ્રિયજ્ઞાનને સાધકે જીતી લીધું છે પણ તેનું સ્વામીપણું ન હોવા છતાં કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તેના ચાળા રહે છે.
આ વિષય કષાયને જીતવાને મંત્ર છે. આ મંત્ર સુવર્ણ અક્ષરે લખેલો છે. મૂળ આ બે જ વાત છે. અનાદિથી આ બે વાત છે. શાસ્ત્રનો આધાર મળ્યો ! કેઃ વિષય કષાયને જીતો!! એકમાં જીવનું ખરું સ્વરૂપ લક્ષમાં આવે છે, અને એકમાં જીવનું ખરું સ્વરૂપ અનુભવમાં આવે છે. આમાં ધ્યેય અને શેય બન્ને સમાય જાય છે. અને બન્નેને જીતતાં ધ્યેયપૂર્વક બ્રેય થાય છે.
૬૩૩ જણાય છે જાણનારો અને માને છે ... કેઃ હું રાગને કરું છું અને રાગને જાણું છું; “બાત તો કુછ ભી નહીં થી, બઢ ગઈ બાતમેં બાત.”
૯૩૪
જિજ્ઞાસાઃ આ વાત તું લાવ્યો કયાંથી? આ વાત તું લાવ્યો ક્યાંથી ? મને આ.... (પર) જણાય છે?
સમાધાન: મને પર જણાય છે તે વાત લાવ્યો કયાંથી? આવું તો તારું સ્વરૂપ નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com