________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮
જાણનારો જણાય છે
૬૨૨ જાણનાર જણાય છે તે શબ્દ ઉપર વિશ્વાસ છે. દેશના લબ્ધિ ઉપર વિશ્વાસ છે. પણ અંદરમાંથી વિશ્વાસ આવવો જોઈએ ને? તે મને વિશ્વાસ નહોતો આવતો. કે: “મને જાણનાર જણાય છે.” પરંતુ આ પ્રતિભાસ શબ્દથી વિશ્વાસ આવી ગયો.
પ્રતિભાસ શબ્દ જ્યાં આવ્યો છેજ્ઞાયકનો પ્રતિભાસ થઈ રહ્યો છે. વિશ્વાસ આવી ગયો. વિશ્વાસે વહાણ તરી જશે. પ્રથમ પોતાની ભૂલ બતાવી કે વિશ્વાસ નહોતો આવતો; પછી વિશ્વાસ આવ્યો! તો તેનું કારણ બતાવ્યું જ્ઞાયકનો પ્રતિભાસ. જ્ઞાયકનો પ્રતિભાસ જ્ઞાનમાં થઈ રહ્યો છે. તેથી જ્ઞાનમાં જણાય રહ્યો છે, તો “જાણનાર જણાય છે તે બરાબર છે તેમ આવી ગયું.
૬૨૩ (૧) પ્રમાદ કરીશ મા; (૨) ઉતાવળ પણ કરીશ મા; (૩) અને ધીરજ પણ છોડીશ મા. ધીરજ છોડવી નહીં અને ઉતાવળ પણ કરવી નહીં. ઉતાવળ કરવાથી આંબા નહીં પાકે, તેમાં કર્તા બુદ્ધિનો દોષ લાગશે. કર્તબુદ્ધિ થશે. તો કાર્ય નહીં થાય ! તેથી કર્તબુદ્ધિ રાખીશ મા!!
હું તો જાણનાર છું. શું જણાય છે? “મને જાણનાર જણાય છે.” હવે જાણનાર જણાય છે તેમ શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન તો ચાલે છે. પણ કદાચ ટાઈમ લાગેને તો ઉતાવળ કરીશ મા. અને મંત્ર ખોટો છે તેમ માની અને તેને છોડી દઈશ મા. મંત્ર સાચો છે.
૬૨૪
પ્રગટ થતા ઉપયોગમાં એમ આવી જાય છે... “જાણનાર જણાય છે ખરેખર પર જણાતું નથી.” ઓલો બહિર્મુખ ઉપયોગ થતો હતો તેથી ઇન્દ્રિયજ્ઞાન થતું હતું, તે જ્ઞાનનો દોષ છે. જ્ઞાન તો આત્માનું છે અને આત્મા તરફ વળી જાય કે મને તો મારા જ્ઞાનમાં આત્મા જણાય છે તેવું ભેદજ્ઞાન કરે તો પ્રત્યક્ષ થઈ જાય છે.
૬૨૫ જાણનાર જણાય છે” તો જાણનારને જાણતાં આનંદ આવ્યો તો સમયસાર તેમજ પ્રવચનસાર બને આવી ગયા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com