________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૨૭
૬૧૬
હે! ભગવાન! તમે સર્વજ્ઞ છો, તેમ આપની વાણી પરથી નક્કી કરીએ છીએ. બધા જીવોને ત્રણે કાળ એનો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે. ત્રણે કાળને જાણનારા તો સર્વજ્ઞ જ હોય ને ?! બધા જીવોનું મૂળ સ્વરૂપ જાણી લીધું. આ સૂત્ર પરથી નક્કી થાય છે કે આપ સર્વજ્ઞ છો.
૬૧૭ જેને જાણે છે ઈ.. જણાય છે અને જે જણાય છે એ તો પોતે જ છે. તેથી “જાણનાર જ જણાય છે. જેને જાણે છે તે જ જાણવામાં આવે છે.
૬૧૮
અનાદિ અનંત “જાણનારો જ જણાય છે.” અકૃત્રિમ ભગવાન જાણનાર જ જણાય છે. આવા “જાણનારને જાણ્યો” તો સમજવામાં આવશે કે: “નિરાવરણ જાણનાર જ જણાતો” હતો.
૬૧૯ જ્ઞાનમાં કોઈ કાળે શેયની અપેક્ષા નથી, અપેક્ષાથી રહિત જ જ્ઞાન નિરંતર જણાય છે, તેમાં “જાણનારો જણાય છે.”
૬૨૦
પ્રતિભાસ થવા છતાં પદાર્થ તેમાં આવતો નથી. હીરાનો પ્રતિભાસ થાય છે, પણ હીરો તેમાં આવતો નથી. તેવી રીતે રાગનો પ્રતિભાસ થાય છે છતાં આત્મા રાગરૂપે પરિણમતો નથી. રાગનો પ્રતિભાસ થાય છતાં રાગને જાણતો પણ નથી. પ્રતિભાસ થયો જે જ્ઞાનની પર્યાયમાં તે પર્યાય તો જ્ઞાયકની છે. પર્યાય તો જ્ઞાયકને જાણે છે. જેનો પ્રતિભાસ થાય છે તેને કયાં જાણવા જાય છે? આ અંત્તરમુખ થવાની વિધિ છે. કહે: “ જાણનાર જણાય છે ખરેખર પર જણાતું નથી.” પરનો પ્રતિભાસ છે, પણ ખરેખર પર જણાતું નથી.
૬૨૧ “મને જાણનારો જણાય છે” અને હું જાણનારને જાણું છું તો અંદરમાંથી ભંડાર મળશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com