SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત ૧૨૭ ૬૧૬ હે! ભગવાન! તમે સર્વજ્ઞ છો, તેમ આપની વાણી પરથી નક્કી કરીએ છીએ. બધા જીવોને ત્રણે કાળ એનો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે. ત્રણે કાળને જાણનારા તો સર્વજ્ઞ જ હોય ને ?! બધા જીવોનું મૂળ સ્વરૂપ જાણી લીધું. આ સૂત્ર પરથી નક્કી થાય છે કે આપ સર્વજ્ઞ છો. ૬૧૭ જેને જાણે છે ઈ.. જણાય છે અને જે જણાય છે એ તો પોતે જ છે. તેથી “જાણનાર જ જણાય છે. જેને જાણે છે તે જ જાણવામાં આવે છે. ૬૧૮ અનાદિ અનંત “જાણનારો જ જણાય છે.” અકૃત્રિમ ભગવાન જાણનાર જ જણાય છે. આવા “જાણનારને જાણ્યો” તો સમજવામાં આવશે કે: “નિરાવરણ જાણનાર જ જણાતો” હતો. ૬૧૯ જ્ઞાનમાં કોઈ કાળે શેયની અપેક્ષા નથી, અપેક્ષાથી રહિત જ જ્ઞાન નિરંતર જણાય છે, તેમાં “જાણનારો જણાય છે.” ૬૨૦ પ્રતિભાસ થવા છતાં પદાર્થ તેમાં આવતો નથી. હીરાનો પ્રતિભાસ થાય છે, પણ હીરો તેમાં આવતો નથી. તેવી રીતે રાગનો પ્રતિભાસ થાય છે છતાં આત્મા રાગરૂપે પરિણમતો નથી. રાગનો પ્રતિભાસ થાય છતાં રાગને જાણતો પણ નથી. પ્રતિભાસ થયો જે જ્ઞાનની પર્યાયમાં તે પર્યાય તો જ્ઞાયકની છે. પર્યાય તો જ્ઞાયકને જાણે છે. જેનો પ્રતિભાસ થાય છે તેને કયાં જાણવા જાય છે? આ અંત્તરમુખ થવાની વિધિ છે. કહે: “ જાણનાર જણાય છે ખરેખર પર જણાતું નથી.” પરનો પ્રતિભાસ છે, પણ ખરેખર પર જણાતું નથી. ૬૨૧ “મને જાણનારો જણાય છે” અને હું જાણનારને જાણું છું તો અંદરમાંથી ભંડાર મળશે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008256
Book TitleJarnaro Janai che
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy