________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬
જાણનારો જણાય છે
૬૧૧
જિજ્ઞાસા: પંચાધ્યાયની પ૫૮ ગાથામાં કહ્યું છે કે જ્ઞાન પ્રગટ થાય છે, પણ વિષયના ભેદ ભેદ પડી જાય છે. તે કેવી રીતે ?
સમાધાન: જો જ્ઞાન તો પ્રગટ થયું; તેમાં સ્વ૫ર બેનો પ્રતિભાસ થાય છે. સ્વ એટલે આત્માનો પ્રતિભાસ થાય છે. અને પરનો પ્રતિભાસ પણ થાય છે.
હવે તમારું જ્ઞાન જ્ઞાયક તરફ વળે છે કેઃ પર તરફ વળી જાય છે, એ પુરુષાર્થ કરો તમે બસ. ત્યાં પુરુષાર્થ છે. તને જણાય છે શું? “ જાણનાર જણાય છે? કે ભેદ જણાય છે ? કેઃ પર જણાય છે? દીકરો-દીકરી જણાય છે? શું જણાય છે? ઈ.... તમારું કામ.
જ્ઞાયક જ જણાય છે બસ; એ રાખજો. પર જણાતું નથી એનું કારણ સર્વથા ભિન્ન છે. “જ્ઞાયક જણાય છે” એ કથંચિત અભિન્ન છે માટે જણાય છે.
૬૧૨
“હું જાણનાર છું અને જાણનાર જણાય છે” તે વાત કાન ઉપર આવે છે તે ભાગ્યશાળી છે.
૬૧૩
ઇન્દ્રિયજ્ઞાનને જીતવાનો મંત્ર કે ભગવાન તું પરને જાણતો જ નથી. જાણનારો જ જણાય છે.” કેમકે જ્ઞાનમાં જાણનારો જ તન્મય છે. પર તન્મય નથી.
૬૧૪
બાળગોપાળ સૌને “જાણનારો જણાય છે', એમ મેં અનેક વખત આપ પાસેથી, ગુરુ પાસેથી સાંભળ્યું હતું કે પ્રત્યેક સમયે; પ્રત્યેક જીવને, “જાણનારો જ જણાય છે.” પણ તેનો મને વિશ્વાસ નહોતો આવતો.
૬૧૫
જ્ઞાનચક્રમાં “જાણનારો જણાય છે.” તેમ પોતપોતાના સ્વભાવમાં પરિણમે છે. જ્ઞાન પોતાના સ્વભાવને અભેદભાવ જાણવા રૂપે પરિણમે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com