________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત નહીં આમાં, એ જ વાત છે આમાં, “જાણનારો જણાય છે” ચોખ્ખું લખ્યું છે આમાં, આ અનાદિનો પ્રવાહ છે. “જાણનારો જ જણાય છે” તે અનાદિનો પ્રવાહ છે. “ જાણનારો જણાય છે” તે અનાદિનો મૂળ મંત્ર છે. જેમ નમસ્કાર મંત્ર અનાદિનો છે તેમ આ પ્રવાહ અનાદિનો છે.
ઋષભદેવ ભગવાનથી મહાવીર ભગવાન પર્યત બધાં જ્ઞાનીઓનો આ મંત્ર છે, અનાદિ છે. કોઈ વ્યક્તિની વાત નથી.
૪૩૦ ભેદજ્ઞાન ગ્રાહી છે તે શાકનો લોલુપી નથી, શાકનો વૃદ્ધિ નથી. આ તો વિવેક કર્યો કેઃ અરે! આમાં મીઠું છે. આ શાક જુદું અને મીઠું જુદું. એમ..! શેય સંબંધીનું જ્ઞાન જુદું ને આત્માનું જ્ઞાન જુદું. શું કહ્યું? શેય તમારા જ્ઞાનમાં જણાય, ઈ... શય છે, ઈ.... જ્ઞયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થયો.
હવે જે મોહ સહિતનો તમે જ્ઞાનનો અનુભવ કર્યો, રાગસહિતનો જ્ઞાનનો અનુભવ કર્યો હવે ભેદજ્ઞાન કરે કેઃ ય જણાતું નથી મને તો મારો આત્મા જણાય છે તે ભેદજ્ઞાન કર્યું. આમ (બાહ્ય) નજર શેય ઉપર છે, અને ઉપયોગ ત્યાંથી છૂટી જાય છે. અરે ! મને તો “જાણનાર જણાય છે.” ત્યાં એકલા જ્ઞાનનો સ્વાદ આવ્યો. ઓમાં સંબંધવાળું જે જ્ઞાન એટલે અજ્ઞાન હતું, તે હવે આત્માના સંબંધવાળું જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે રાગરહિત, મોહરહિત એકલા જ્ઞાનનો સ્વાદ આવે છે. એમાં આનંદનો સ્વાદ આવે છે. એમ બતાવે છે.
૪૩૧
મકાન જણાય છે તોય જ્ઞાન જણાય છે અને શેય જણાય છે તોય જ્ઞાન જણાય છે. સો રૂપિયાની નોટ જણાય તો પણ જ્ઞાન જણાય છે. જ્ઞાન જ નક્કી કરે ને? જ્ઞાન જ જણાય છે તે પકડી રાખો તમે. “જાણનાર જણાય છે”, “જાણનાર જણાય છે”, “જાણનાર જણાય છે” મહામંત્ર છે. “ જાણનાર છું, કરનાર નથી.” પછી બીજો મંત્ર શું છે? “ જાણનાર જણાય છે” પર જણાતું નથી. બસ ચાર બોલ છે, વાક્ય બે બસ. મોક્ષ થઈ થશે. લખવું હોય તો લખી લેજો !!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com