________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬
જાણનારો જણાય છે
૫૧૦
પરને જાણવું તે તો જ્ઞાનનો સ્વભાવ નથી. પરંતુ સ્વપરને જાણવું તે પણ જ્ઞાનનો સ્વભાવ નથી. “જાણનારને જ જાણવું અને જાણતાં રહેવું” તેવો તો જ્ઞાનનો સ્વભાવ છે.
૫૧૧ પર તરફ વળેલી જ્ઞાનની પર્યાયમાં પણ “જાણનારો જણાય છે.” તેની મહિમા અને મહાનતા ભાસવી જોઈએ. તું ‘ના’–‘ના’ કરે છે, પણ તારી “ના” ની તારા અનુભવ પાસે કોઈ વેલ્યુ નથી.
૫૧૨ આહા ! અનુભવ કરીને બહાર છઠે આવે ત્યારે..! બાકી સાતમે તો કલમ બંધ થઈ જાય છે. આહા.! પ્રત્યક્ષ જોતાં જોતાં લખે છે. આજે આત્માનું સ્વરૂપ આમ જોયું!! આજે આમ જોયું, ગુણભેદને પરદ્રવ્ય કહ્યાં છે, ગુણભેદ નથી. અરે! ભાષા તો બદલાવ કે “જાણનારો જણાય છે.”
૫૧૩ “જાણનારો જણાય છે,” તેમાં જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કેળવાય છે. કેળવાય તો નિશ્ચય પ્રગટે ને?!
૫૧૪ અમે તો “જાણનારને જાણીએ” છીએ અને જાણનાર રહીએ છીએ.
૫૧૫ બાળગોપાળ સૌને સદાકાળ જ્ઞાન સ્વરૂપ આત્મા જ અનુભવમાં આવે છે, એટલે કે જાણવામાં આવે છે. પણ એના તરફ તેનું લક્ષ નથી. તે આપે ગઈ કાલે પૂ. ગુરુદેવશ્રીનાં આત્મધર્મ “જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ” તેમાં વાંચ્યું હતું. તેમાં પૂ. ગુરુદેવે કહ્યું હતું કે; “ જાણનારો જણાય છે ” તેને લક્ષમાં લેતો નથી.
૫૧૬ એ શુભભાવ આત્માના કર્યા વિના થાય છે. હવે ઈ કોને વાત કરવી !? શુભાશુભભાવ આત્માના કર્યા વિના થાય છે. આપોઆપ થાય છે. આત્મા એનો કર્તા નથી. કર્તા નથી એટલે એના ફળનો ભોક્તા પણ નથી. કર્તા હોય તો ફળ ભોગવેને? આહા ! “થવા યોગ્ય થાય છે ને જાણનારો જણાય છે.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com