________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૫૭૨
વર્તમાનમાં “જાણનારો જણાય છે” તો મુક્તિનું સેમ્પલ મળશે.
૫૭૩
આઠે પર્યાયમાં લોકાલોકનો પ્રતિભાસ છે જ. ભૂત, ભવિષ્ય, ત્રણ કાળની પર્યાયોનો પ્રતિભાસ તો છે જ. એક પર્યાય પ્રગટ થાય છે, દેવ, શાસ્ત્ર, ગુરુને જાણવાનો પર્યાય સમજો. એટલે પ્રતિમા છે અને અહીંઆ તેનો પ્રતિભાસ થાય છે. પણ પ્રતિમાના પ્રતિભાસના સમયે “જાણનારો જણાય છે.” પ્રતિભાસના સમયે પ્રતિમા જાણવામાં નથી આવતી. તોપણ તે ભૂલે છે કે પ્રતિમાનાં દર્શન કર્યાં. શુભભાવની સાથે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે.
૧૧૯
૫૭૪
૪૫ વરસ ગુરુદેવનું સાંભળ્યું, છતાં અનુભવ કેમ થતો નથી. જગતનું ધ્યાન આ વાત ઉપર ખેંચાતું નથી. ગુરુદેવ ગયા પછી એક જ વાત! દ્રવ્ય દૃષ્ટિમાં કેમ આવતું નથી. ભગવાન આત્મા જણાતો કેમ નથી? ભગવાન તો છે બધાની પાસે પરંતુ હું પરને જાણું છું એ ભૂલ મોટી હતી. તે ભૂલ કેમ ભાંગે તેના માટે આ સૂત્ર આપ્યું. જાણનાર જણાય છે, ૫૨ જણાતું નથી.” આ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે.
66
૫૭૫
**
જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ. તેમાં જાણનાર જ જણાય છે” તે વાક્ય કોમામાં બાંધ્યું. જો કોમા બાંધ્યું ન હોત તો સ્વપર પ્રકાશકમાં કે કચિત્માં લઈ જાત.
૫૭૬
એ તો કર્તા નથી તેનો નિષેધ કરવા કરનાર નથી જાણનાર છે એમ કહેવું પડે છે. એનો જાણનાર કયાં છે? એ તો જાણનારો જણાયા કરે છે એ વસ્તુનો સ્વભાવ છે. હવે પાછો ફર ને હું કરનાર નથી; જાણનાર છું ક્ઠ છોડી દે હવે. અત્યાર સુધી જે થયું તે તારા કર્તા વિના જ થયું છે.
૫૭૭
દૂધ છે ને દૂધ, દૂધ તો લઈ લીધું તેને ઉકાળ્યું; પછી તે મેળવણ વિના એમ ને એમ જામતું નથી. તેમાં મેળવણ નાખવું પડે છે. પછી માખણ નીકળે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com