________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૨૧ કહે છે ઘડિયાળ જણાય છે! સોફાસેટ જણાય છે! તારી ભૂલ થાય છે. જાણનારો પ્રત્યેક જીવને જણાય રહ્યો છે. જો જણાતો ન હોય તો ક્ષયોપશમ જ્ઞાનનો જ અભાવ હોત. તેનું અસ્તિત્વ ન હોય.
વિશેષમાં સામાન્ય જણાય છે ત્યારે વિશેષનું અસ્તિત્વ ટકે છે. વિશેષમાં એનું સામાન્ય જણાય છે. જેનું વિશેષ છે! જે સામાન્યનું વિશેષ છે તે વિશેષમાં સામાન્ય જણાયા કરે છે. તેથી વિશેષ ટકે છે. ઉત્પાદુ વ્યયમાં ધ્રુવ જણાય છે. જો ધ્રુવ ન જણાતો હોય તો ઉત્પાદુ વ્યય જ ન હોય. પરોક્ષપણે શ્રદ્ધામાં ભે કે મને પરોક્ષ અનુભૂતિ થાય છે તો પછી પ્રત્યક્ષ થાય છે.
પરંતુ પરોક્ષ અનુમાનમાંથી ગયો, અને મને આ જણાય છે...! આ જણાય છે..! તો અજ્ઞાનમાં આવ્યો. તે પરસત્તાવલંબી ખંડજ્ઞાનમાં આવ્યો.
૫૮૪ “મને જાણનાર જણાય છે પર જણાતું નથી” તે મીઠો ઘૂંટડો છે. કડવો ઘૂંટડો નથી. આ સાધક કહે છે. ગુરુદેવ કહે છે.
૫૮૫ જાણનાર જ જણાય છે અને તે જ હું છું, પછી સ્વપરનો પ્રતિભાસ ક્યાં ગયો? તે તેના ઘરમાં રહ્યો !!
પણ જે જ્ઞાન જેનું છે તેને ન જાણે અને તેને જાણવાનું છોડી ઘે તો જ્ઞાન નથી રહેતું પણ ય થઈ જાય છે. તો જ્ઞાન કેવું છે? તેમાં જ્ઞાયક જણાય છે, તેનું લક્ષ જ્ઞાયક ઉપર છે, તો એ જ્ઞાન મટીને ઇન્દ્રિયજ્ઞાન થઈ જાય છે. જ્ઞાન તો પ્રગટ થાય છે, તે જ્ઞાન તો જ્ઞાયકનું જ છે. છતાં તેમાં આ “ જાણનાર જણાય છે” તેમ ન લેતાં પર જણાય છે તેમ માન્યું તો જ્ઞાન ન રહ્યું, તો ઇન્દ્રિયજ્ઞાન થયું. ઇન્દ્રિયજ્ઞાન અજ્ઞાનપણે રહ્યું છે.
૫૮૬ રાગ પણ ચૈત્ય છે, જ્ઞાયક પણ ચૈત્ય ચેતક છે. રાગ પર ચૈત્ય છે. જ્ઞાયક પોતે જ જાણનાર પોતે જ જણાય તેવો ચૈત્ય ચેતક છે.
૫૮૭ આ વાતમાં ધ્યાન રાખ કે મને જાણનારો જ જાણવામાં આવે છે. તેમાં જ સાવધાન રહે. અને બીજી બધી વાતોમાં બેખબર રહે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com