________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૨૩ ૫૯૨ ઉપયોગ એક જ છે. ઉપયોગ સ્વપરનાં પ્રતિભાસ રૂપ છે. આ એક જ ઉપયોગ વિષયના ભેદે કાં સમ્યકજ્ઞાન અને કાં મિથ્યાજ્ઞાન-અજ્ઞાનરૂપ થઈ જાય છે. “જાણનારો જણાય તો રહ્યો છે અને આવે કે “જાણનારો જ જણાય છે” તો તે ઉપયોગ શુદ્ધ ઉપયોગરૂપ થઈ જાય છે.
૫૯૩ આ નોકર્મ કર્મ જણાય છે, એક સમયની જ્ઞાનની પર્યાય જણાય છે, પણ જ્ઞાયક જણાય છે તેમ લે ને !! અંદરમાં ઘૂસી જા ને? કેઃ “ જાણનાર જણાય છે.”
૫૯૪ આત્મા પરોક્ષપણે જણાય છે તેનો બે ઘડી વિચાર કરે તો કેઃ મને જાણનાર જણાય છે અને જ્ઞાયક જણાય છે ત્યાં તો અંદરમાં પરોક્ષ અનુભૂતિ થાય. પરોક્ષ અનુભૂતિનું ઠેકાણું નથી તો પ્રત્યક્ષ કયાંથી થાય.
૫૯૫ પરોક્ષપણે જણાય છે, પરોક્ષમાં આવે તો પ્રત્યક્ષ થાય છે. પણ હજુ પરોક્ષમાં એ આવતો નથી, હવે ઈ નથી જણાતું. જાણનાર જણાય છે તો જાણનાર જણાઈ જશે. આ જણાય છે, આ જણાય છે તો કોઈ નહીં જણાય.
૫૯૬ જાણનાર જણાય છે” એ નિશ્ચયનયમાં આવે તો આત્માની સમીપે આવી ગયો છે. પરને જાણે છે તેમાં આત્માથી દૂર છે, અને સ્વ પરને જાણે છે તેમાં વધારે દૂર છે.
૫૯૭ “જાણનાર જણાય છે ને પર જણાતું નથી”, સ્વ-પ્રકાશક જ્ઞાનથી જ આત્મા જાણવામાં આવે છે. પછી તેનું સામર્થ્ય તે સ્વપર પ્રકાશક. તેના બે પ્રકાર છે. પહેલા બે પ્રકાર ઉપર જઈશ તો અંદર નહીં જવાય. બે પ્રકારને ગૌણ કરીને “ઉપયોગમાં ઉપયોગ છે.” અપર પ્રકાશક છે? “ના” મને ખબર નથી. “જાણનાર જણાય છે ને પર જણાતું નથી.” અસ્તિ નાસ્તિ અનેકાંત અનાદિથી છે. આમ પ્રથમ જેને અનુભવ કરવો હોય તે “ જાણનાર જણાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com