________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦
જાણનારો જણાય છે છે. દૂધમાં મેળવણ ન નાખે તો ફાટી જાય છે. દૂધનો સ્વાદ રહેતો નથી. જલદી મેળવણ નાખો કેઃ “જાણનારો જણાય છે, પર જણાતું નથી.”
૫૭૮ પ્રત્યેક જીવનું જ્ઞાન પ્રત્યેક સમયે પોતાના આત્માને જાણે છે ને પંચપરમેષ્ઠીને જાણતું નથી. પંચ પરમેષ્ઠી મારા જ્ઞાનનું શેય થતું નથી. મને સમયસારની છઠ્ઠી ગાથા જણાતી નથી. મને તો “જાણનાર જણાય છે”, એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય હાથમાં આવે ત્યારે જ અનુભવ થાય. પરનું જાણવું તે અસદ્દભૂત વ્યવહાર. સ્વપરને જાણે તો પ્રમાણનો વ્યવહાર પરને ન જાણે એકલા સ્વ આત્માને જાણે “ જાણનાર જણાય છે” પર જણાતું નથી, તેમાં આત્માનો અનુભવ થાય છે.
૫૭૯ જ્ઞાન ઉપયોગ રૂપર પ્રકાશક છે. તેમાં સ્વ; “હું જ્ઞાયક છું” નિરંતર જણાય જ રહ્યો છે. અને પર્યાય તેમજ પરનો પ્રતિભાસ થઈ રહ્યો છે. પરના પ્રતિભાસના સમયે રાગાદિના પ્રતિભાસના સમયે “જાણનારો જણાય છે.” સ્વપ્રકાશકમાં આવે તો જ્ઞાન ઉપયોગનું જ્ઞાનત્વ થાય છે; તે શુદ્ધોપયોગ છે.
૫૮૦ જાણનારો જ જણાય છે તેવો વજૂ અભિપ્રાય બંધાઈ જાય છે.
૫૮૧
નિરંતર જાણનારો જણાય રહ્યો હોવા છતાં; પરનો પ્રતિભાસ રાગાદિ, દેહાદિ પ્રતિભાસતાં, મને રાગાદિ, દેહાદિ જણાય છે તો ઉપયોગ અશુદ્ધ થઈ જાય છે.
૫૮૨ જિજ્ઞાસાઃ “જાણનારો જણાય છે” તે ભેદપણે જણાય છે કે અભેદપણે જણાય છે? સમાધાનઃ “જાણનાર જણાય છે” તે અભેદપણે જણાય છે.
૫૮૩ ભગવાન સર્વજ્ઞ કહે છે તારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. તારા જ્ઞાનમાં તારો આત્મા બાળ ગોપાળ સૌને જણાય છે, તેમ અમે જાણીએ છીએ. તું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com