________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૧૭ પર શેયાકાર જ્ઞાનમાં શેયની સાપેક્ષતા છે. શેયથી નિરપેક્ષજ્ઞાન જાણનાર જણાય છે તે તો જ્ઞાનાકાર જ્ઞાન છે.
૫૬૩
હું જાણનારને જાણવાની ઈચ્છા કરતો હતો, મને તો આ વાતની ખબર જ ન હતી કે “મને જાણનાર જણાય છે” આ સુપ્રિમ કોર્ટનો ફેંસલો છે. જાણનારને જ જાણું છું પરને જાણતો જ નથી.
પ૬૪
જ્ઞાયક છે તેને જાણનાર કોઈ છે કે નહીં? આવો આત્મા પોતાના જ્ઞાનમાં જણાય રહ્યો છે તો જ્યારે જ્ઞાન તેને જાણે ત્યારે અંત્તરમુખ થાય કે નહીં? તો પરનું જાણવું બંધ થઈ ગયું. જ્યાં ય સ્થાપ્યું ત્યાં જ્ઞાન વળે છે. અહીંઆ સ્થાપ્યું શું ને ત્યાંથી ઉથાપ્યું શું? અહીંઆ ય સ્થાપ્યું જ્યાં, ત્યાં જ્ઞાન અંદરમાં વળી જાય છે. તો એ જ્ઞાન જ્યારે જ્ઞાયકથી અભેદ થઈને પરિણમી જાય છે. તે શેય છે.
અપરિણામી ધ્યેય છે. એકલા ધ્યેયમાં મોહ ગળે છે પણ ટળતો નથી. પણ જ્યારે એમ થાય કે મને “જાણનાર જ જણાય છે” આ કાંઈ જણાતું નથી. તો પહેલાં નિષેધનો વિકલ્પ આવે પછી નિષેધનો વિકલ્પ છૂટી જાય, પછી વિધિનો વિકલ્પ આવે, કેઃ “જાણનારો જ જણાય છે.” એમ અસ્તિમાં આવ્યો તો અહીંઆ શય સ્થાપ્યું છે, તો જ્ઞાન અંદરમાં વળી જશે. જ્ઞાન અંદરમાં આવી જશે અને અનુભવ થયો તેનું નામ અનુભૂતિ છે.
૫૬૫ આખો દિવસ રખડ બજારમાં, પછી બજારમાં થાક લાગે એટલે ઘરમાં આવ્યો, ત્યાં તો હાશ થાય. એમ થાક ઉતારવો હોય તો આત્માને જાણ. મને તો “જાણનારો જણાય છે” , જે જાણે છે તેને નથી જાણતો પણ હું તો અભેદને જાણું છું.
૫૬૬
“પર જણાતું નથી, જાણનારો જણાય છે” આમાં અનુભવ થાય છે. છ મહિના પ્રયોગ તો કર.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com