________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪
જાણનારો જણાય છે સ્વીકાર કર્યો એટલે “જાણનાર જણાય છે” એક આવી ગયું. ભાષા સમજીને આવે છે.
૫૪૬
પર પ્રતિભાસનો સ્વીકાર કર્યો તેમાં પણ મને મારા જ્ઞાનમાં એકનો જ અભિન્નનો પ્રતિભાસ થાય છે. બીજાનો પ્રતિભાસ થાય છે પણ તેની મને ઉપેક્ષા છે. “મને તો જાણનાર જણાય છે. બસ.” બીજો પ્રતિભાસ હો તો હો ! મને કાંઈ તેની સાથે સંબંધ નથી. કેટલી ઉપેક્ષા!! પરનાં પ્રતિભાસની પણ ઉપેક્ષા! તો જ “જાણનાર જણાય છે.”
૫૪૭ શુદ્ધનયનો ઉપદેશ પણ વિરલ છે, કે: આત્મા પુણ્ય-પાપથી રહિત છે. કર્તા નથી, અકર્તા છે. બધા જીવોને ભગવાન આત્માનું જ જ્ઞાન પ્રગટ થાય છે. તે પરને જાણતું જ નથી. “ જાણનારને જ જાણે છે” એ ઉપદેશ પણ વિરલ છે. આત્માના જ્ઞાને ભૂતકાળમાં પરને જાણ્યું નથી–તે પ્રતિક્રમણ છે. વર્તમાનમાં જાણતું નથી તેનું નામ આલોચના છે. ભવિષ્યમાં કોઈ કાળે પણ આત્માનું જ્ઞાન પરને કદી નહીં જાણે તે પ્રત્યાખ્યાન છે.
૫૪૮
જિજ્ઞાસા: જ્ઞાન પ્રગટ કરવાનો સીધોસાદો ઉપાય કયો? સમાધાન: “ જાણનારો જણાય છે.”
૫૪૯ જાણનાર જણાય છે આ વિચાર પણ અપૂર્વ છે. આ વિચાર પણ મુક્તિનું કારણ છે.
૫૫૦ પ્રમાણજ્ઞાન નિશ્ચયનયના વિષયને ગ્રહણ કરે છે. આત્મજ્ઞાન સ્વઆશ્રિત હોવાથી આત્માને જાણે છે. પરંતુ તે વ્યવહારનયના વિષયનો વ્યવચ્છેદક નથી. જે અનાદિકાળથી ઈન્દ્રિયજ્ઞાન પરને જાણે છે તેનો નિષેધ કરવાની તાકાત પ્રમાણજ્ઞાનમાં નથી. “જાણનાર જ જણાય છે, ખરેખર પર જણાતું નથી” એ વાત પ્રમાણજ્ઞાનમાં આવશે નહીં. તે વ્યવહારનો નિષેધક નથી. નિશ્ચયનય તો વ્યવહારનો નિષેધક છે. પ્રમાણજ્ઞાનમાં બન્ને સત્યાર્થ લાગે છે તે ઉભયાભાસી છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com