________________
૧૧૨
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
૫૩૭
k
ભાષા તો ફેરવ તેના ઉપર આજે વધારે વજન આપ્યું. ભાષા ફરશે તો પછી ભાવ ધીમે ધીમે ફરશે. “મને જાણનાર જણાય છે” આ સંતો કહી ગયા છે. “અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે; એટલે કે જણાય રહ્યો છે.” ભાષા ફરતી નથી તો ભાવ ફરવાનો અવકાશ છે નહીં. તો પછી જાણનારો જણાય છે તેવા પક્ષમાં કયાંથી આવશે! હું પરને જાણું છું તે વ્યવહા૨નો પક્ષ નથી પણ અજ્ઞાનનો પક્ષ છે.
જ્ઞાનીને તો નિષેધ વર્તે છે માટે વ્યવહાર છે. અજ્ઞાનીને તો “હું ૫૨ને જાણું છું” એમ આડે રસ્તે છે. ઈ... સત્ય લાગે છે, આદર વર્તે છે માટે અજ્ઞાન. શું તમે આ પંખાને નથી જાણતા?! રાગને રાગ જાણું! વીતરાગને વીતરાગ જાણું! ગુરુદેવને ગુરુદેવ જાણું! મહાવીર ભગવાનની પ્રતિમાને મહાવીર ભગવાન જાણું છું!! જેમ છે તેમ જાણું છું! આ દુર્જનની ભાષા છે. જેની ભાષા દુર્જનની હોય ત્યાંથી ખસી જવું. તેનાથી દૂર રહેવું, તું ખોટો છે ઈ કહેવાની જરૂરત નથી.
૫૩૮
જાણનાર જણાય છે”, જ્ઞાન જણાય છે; આ રહસ્ય સમજશે એનો મોક્ષ છે. આને નહીં સમજે એ તો જડબુદ્ધિ આત્મા છે.
૫૩૯
બધાયને જાણના૨ જાણવામાં આવે છે, છતાં એ કેમ જાણનાર જાણવામાં નથી આવતો તેની ઊંડી તપાસ કરવી જોઈએ.
66
૫૪૦
જ્ઞાનની પર્યાયના ભેદને હું જાણતો નથી. જણાય છે.
66
આ
હું જાણનાર છું” એમ
૫૪૧
જિજ્ઞાસા: નિર્ણયના કાળમાં ધ્યેયનો અને જ્ઞેયનો બન્નેનો પક્ષ આવે છે?
સમાધાનઃ ‘હા.’ બન્નેનો પક્ષ આવે છે. “હું કર્તા નથી, અકર્તા છું તે ધ્યેયનો પક્ષ છે. એ જ જણાય છે; બીજું જણાતું નથી. જેવું નિર્વિકલ્પ ધ્યાનમાં થવાનું છે તેવું સવિકલ્પ જ્ઞેયમાં આવી જાય છે. જ્ઞાનમાં ૫૨ જણાતું જ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com