________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧)
જાણનારો જણાય છે થાય છે. હવે અહીંઆ સમ્યક શબ્દ ઉમેર્યો. સમ્યક પ્રતિભાસ થાય છે. ઉપરની લાઈનમાં સાદો ખાલી પ્રતિભાસ હતો.
એને જ્ઞાનમાં આવી ગયું કેઃ “જાણનાર જણાય છે” અને તેનો અનુભવ થયો માટે સમ્યક શબ્દ વાપર્યો. પહેલી લીટીમાં માત્ર પ્રતિભાસ હતો, ત્યાં ત્યારે અનુભવ નહોતો. પહેલી લીટીમાં વસ્તુની સ્થિતિ બતાવી. મતિશ્રુતમાં આત્મા જણાય છે; આમ પ્રતિભાસ બધાંને પણ અનુભવ કોઈકને થાય. માટે સમ્યક પ્રતિભાસ લખ્યું. આ તો સમુદ્ર છે. સ્વીકાર કર્યો “ જાણનારો જણાય છે તે અનુભવથી સિદ્ધ કર્યું.
પ૨૮ એક વાત કરી તે હું ફરીથી કહું છું કે: “હું પરને જાણતો નથી જાણનારો જણાય છે” ઈશબ્દમાં તો લાવો. હું પરને જાણું છું ઈ શબ્દ કાઢી નાખો હવે, ગુરુ મળ્યા પછી. ગુરુ નહોતા મળ્યા ત્યાં સુધી તો આપણે પણ જાણતા નહોતા. ગુરુ કહે છે ઈ વાતનો સ્વીકાર કરો.
કેઃ શબ્દમાં તો આવો...! એના ઉપર વજન આપ્યું. ભાવ તો પછી ! કેઃ પરને જાણતો નથી, શબ્દ દ્વારા તો નિષેધ કરો. ભાવ દ્વારા તો નિષેધ અનુભવ થશે ત્યારે થશે. સજ્જનની ભાષા તો બોલો !! પછી કહ્યું; પરને જાણતો નથી પણ “જાણનારો જણાય છે” એ અસ્તિની ભાષામાં તો આવો.
નિષેધ કર્યો કેઃ પરને જાણતો નથી તો પછી વિધિમાં આવો કે “જાણનારો જણાય છે” ઈ શબ્દમાં તો આવો. શબ્દ ફરશે તો ભાવ ફરશે. ભાવ ફરવાનો અવકાશ છે. શબ્દ નહીં ફરે કેઃ “હું પરને જાણું છું... હું પરને જાણું છું તે ભાષા દુર્જનની છે. તે ભાષા મિથ્યા છે.
વ્યવહારનયે એટલે છળ-કપટ કરીને કહે છે. “જાણે છે” એમાં ફસાઈ ગયા બધા જ. વ્યવહાર તે મિથ્યાત્વ નથી. વ્યવહારનો પક્ષ તે મિથ્યાત્વ છે.
૫૨૯
“જાણનાર જણાય છે” એવું અવિપરીત જ્ઞાન જ્યારે થાય, ત્યારે શુદ્ધ ઉપયોગ થાય છે.
૫૩૦ “જાણનાર જણાય છે” તેમ પ્રતિભાસતાં, જાણનાર ઉપયોગાત્મક થયો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com