________________
૧૦૮
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જાણનારો જણાય છે
૫૨૧
જાણવાની વાત સૌ પ્રથમ આવે ત્યારે તમારા ખ્યાલમાં એ રાખવું જાણતો જ નથી પછી પ્રશ્ન શું રહ્યો !
જિજ્ઞાસાઃ ત્યારે શું?
સમાધાન: જાણનાર જણાય છે” લઈ લ્યો! પરને જાણવાનો વિકલ્પ ઊઠે ત્યારે પર્યાયમાં “ જાણનારો જણાય છે.” આ મંત્ર છે. એને પરને જાણવાની બહુ જિજ્ઞાસા છે. તેથી જ્ઞાતાબુદ્ધિમાં ગર્ભિત કર્તાબુદ્ધિ આવી જાય છે. ૫૨ને જાણવાની ઈચ્છા જ્ઞેયલુબ્ધ છે.
66
૫૨૨
એકલો “જાણનાર જ જણાય છે.” બીજું કાંઈ જાણવામાં નથી આવતું; હૈ ભવ્યો ! આ વાતનું ૫૨મ શ્રદ્ધાન કરો.
66
૫૨૩
જિજ્ઞાસાઃ આત્માનો અનુભવ કેમ થાય ? સ્થિતિ શું છે?
.
,,
સમાધાનઃ સ્વપ૨ પ્રકાશકમાં ભેદજ્ઞાનની શક્તિ બિડાઈ જાય છે. સ્વને જાણું છું, ૫૨ને જાણું છું, બન્નેમાં ‘છે', ‘છે’ આવે છે ને!? તેમાં અનુભવ ન થાય. “જાણનારો જણાય છે ને ૫૨ જણાતું નથી ” તેમાં અનુભવ થાય. બેના પ્રતિભાસમાં ભેદજ્ઞાનનો માર્ગ ખુલ્લો છે. પ્રતિભાસ બેનો લક્ષ એકનું. સ્વ જણાય છે ૫૨ જણાતું નથી. ૫૨નો પ્રતિભાસ રહી ગયો અને ૫૨નું જાણવું છૂટી ગયું.
૫૨૪
મને ઘડો જણાય છે અને દીવો જણાતો નથી. કેટલો મૂરખ છે. તેમ મને ૫૨ જણાય છે ને જાણનાર જણાતો નથી તે મૂરખનો સરદાર છે. કાં ધ્યેયની ભૂલ અને કાં શેયની ભૂલ. જ્ઞેયમાં એ ભૂલે છે કે જણાય છે સ્વ અને માને છે પર જણાય છે. સમયે સમયે સ્વ જણાય છે. ૫૨નો પ્રતિભાસ થાય છે, તેવું જ્ઞાન જણાય છે. તેવું જ્ઞાન આત્માથી અભેદ છે. એટલે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જ જણાય છે. જ્ઞાયક તો જણાય છે બધાયને પણ માનતો નથી તે જ્ઞેયની ભૂલ છે. કરનાર માને તો ધ્યેયની ભૂલ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com