________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૧
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૫૩૧ “હું જાણનાર છું જાણનાર જણાય છે”, પોતાનું સર્વસ્વ પોતામાં પામ્યો.
પ૩ર “જાણનારો જ જણાય છે” અને તે જ જાણવાલાયક છે. તેમ આત્માર્થી જાણનારની ભાવના ભાવે છે.
પ૩૩ પરને જાણવાનું સર્વથા બંધ કરી દે. “જાણનારો જણાય છે”, તેમ લે! તને કાલે નહીં આજે જ, અત્યારે જ; સમ્યક્રદર્શન પ્રગટ થશે.
૫૩૪ નિર્ણય થયા પછી એકાગ્રતા વધતી જાય છે. એકાગ્રતા વધે છે તેનું કારણ વારંવાર અભ્યાસ. સાધકને ત્રિકાળી દ્રવ્યનું અવલંબન નિરંતર વધે તો શુદ્ધિની વૃદ્ધિ થાય છે. શુદ્ધિની વૃદ્ધિ થવાનું કારણ ! અવલંબન નિરંતર રહે છે, તેમ નિર્ણયવાળાની દઢતા એકદમ વધતી જાય છે. દઢતર, દઢત્તમ એકદમ. વારંવાર વિચારવું જોઈએ કે “જાણનારો જણાય છે, જાણનાર છું.” હવે જેનો નિર્ણય થયો તેનો પ્રયોગ કરવો કે “જાણનાર જણાય છે.” જાણનાર છુ.” તેમાં શું થયું? કર્તબુદ્ધિ છૂટી ગઈ.
કર્તબુદ્ધિ છૂટી મિથ્યાત્વનું મૃત્યુ પાસે આવવા માંડયું. સમ્યકદર્શન આવ્યું. આ પ્રોસેસ છે. બીજું “ જાણનાર જણાય છે તે સમ્યકજ્ઞાનમાં આવ્યો. શ્રદ્ધાનો દોષ ટળી રહ્યો છે. “મને જાણનાર જણાય છે પર જણાતું નથી” તેમાં ઇન્દ્રિયજ્ઞાન શિથિલ થવા માંડ્યું છે. ઇન્દ્રિયજ્ઞાન વ્યય થઈને અતીન્દ્રિયજ્ઞાન થાય છે. છેલ્લે “જાણનાર જણાય છે તેમાં આખું શેય ફરી જાય છે.
પ૩પ જાણનારો જણાય છે” તેના તાપમાં વિકલ્પ બળી જશે. જાણનાર જણાય છે તેમાં રાગની ઉત્પત્તિ નહીં થાય, ઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન નહીં થાય, પરંતુ ઇન્દ્રિયજ્ઞાન શિથિલ થાય છે.
૫૩૬ જાણનાર જણાય છે તે વાત પહેલા પ્રકારની અને ઊંચા પ્રકારની છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com