________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૦૫ પણ કરશો નહીં. કેમકે ભેદ ઈ પર દ્રવ્ય છે ને?! ભેદને જાણો કે પર દ્રવ્યને જાણો એક જ છે. ગુણસ્થાનને જાણો તો પરદ્રવ્યને જાણવા ગયો. સ્વદ્રવ્ય રહી ગયું. “જાણનારો જણાય છે” ઈ ભાષાએ વઈ ગઈ.
૫૦૮
આને કહ્યું શબ્દ તો ફેરવો. ગુરુકૃપાથી તમારામાં હું પરને કરું છું તે તો નહીં આવે. તે અભિપ્રાય તો ન રહે. પણ હું પરને જાણું છું તે શબ્દને તિલાંજલી આપી ઘો. શબ્દને હોં! અને “ જાણનારો જણાય છે” ઈ લઈ લ્યો ને! અને પછી મેં કહ્યું કે ઈ.. શાસ્ત્રનો આધાર છે.
આબાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા અનુભવમાં આવે છે. એટલે કે “જાણનારો જણાય છે.” ઈ... શબ્દ તો આગમનો છે. સમયસારનો છે ને? હું! મેં શું કહ્યું? કેઃ “જાણનારો જણાય છે” ઈ મારું વચન છે કે આગમનું વચન છે?
સત્યવાણી તો બોલ. અસત્ય વાણી કાં બોલે છે! હું પરને જાણું છું ઈ. દુર્જન છે. અને જેના મુખમાંથી નીકળે કે મને “જાણનારો જણાય છે.” તે અપેક્ષાએ સજ્જન થઈ ગયો. પછી નિરપેક્ષ સજ્જન થશે. ભાષા સવળી હશે તો ભાવ ફરશે જ. “જાણનાર જણાય છે” ઈ પક્ષમાં આવ્યો તો અનુભવમાં આવી ગયો.
૫૦૯ હું પરને કરું છું અને હું પરને જાણું છું ઈ બે દોષ છે. એક દોષ તો નીકળી ગયો. બીજો દોષ પણ બતાવ્યો કે આત્મા જ્ઞાતા અને છ દ્રવ્ય શેય ઈ.... ભ્રાંતિ છે તારી. પરને તું જાણતો નથી ઈ આપણા ગુરુએ કહ્યું છે ને? કોઈ બીજાએ કહ્યું નથી. પરને જાણતો નથી તે શ્રીગુરુએ કહ્યું છે. અને એ જ હું કહું છું ને? મારા ઘરની વાત છે ?
પરને જાણતો નથી, તારા સ્વભાવમાં પરને જાણવું નથી. ભાઈ ! સ્વભાવ યાદ કરો કે “ જાણનાર જણાય છે.” તારા ભાવમાં ઈ પડ્યું છે કેઃ “હું પરને જાણું છું તેથી ઈ. શબ્દ આવે છે. ભાવમાંથી પરને જાણવાનું નીકળી જશે તો શબ્દ નહીં આવે. અત્યારથી, આજથી ભાષા ફરવા માંડશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com