________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪
જાણનારો જણાય છે ફેરવ તો ભાવ ફરશે જ. પૂ. ગુરુદેવશ્રીએ બે વાત કરી છે ને..! “જાણનારો જણાય છે, ” પર નથી જણાતું. જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ થાય છે. અખંડ જણાય છે એમ નથી લખ્યું. તીર્થકરની વાણી અને આમાં કાંઈ ફેર નથી. રહસ્ય એટલું ઊંડું છે કે કાઢનાર કાઢી શકે બધા કાઢી શકતા નથી.
૫૦૩
વ્યવારે પરને જાણે છે, ઈ... શબ્દ મારી નાખે છે. નિષેધ નહીં આવે. છે” આવ્યું ને? બન્નેમાં “છે', “છે” આવ્યું ને? નિશ્ચયથી સ્વને જાણે વ્યવહાર પરને જાણે છે, પરંતુ “છે” “નથી” ન આવ્યું ને? સાચું અનેકાંત આ છે. “ જાણનારો જણાય છે અને પર જણાતું નથી.” એમ છે. ‘છે', 'નથી' આવ્યું. છે', “નથી ” માં મર્મ છે.
૫૦૪ “જાણનાર જણાય છે” તે ઉપયોગનો સદ્ધપયોગ થયો. અને આ પર જણાય છે તો ઇન્દ્રિયજ્ઞાન ઊભું થયું, સંસાર થયો.
૫૦૫
જાણનાર જણાય છે તે વાત પાયાની છે કારણ કે ભેદજ્ઞાનની શરૂઆત ત્યાંથી થાય છે.
૫૦૬ રાગ થાય છે તો કર્મનાં પરિણામમાં. પણ એકત્વ કરીને મારામાં આવ્યો તો જ્ઞાનનું અજ્ઞાન કરી નાખ્યું. તેને પણ છે તો જ્ઞાનને રાગ ભિન્ન, પણ તેને એમ પ્રતિભાસ થયો કેઃ રાગ મારામાં થાય છે. તે પ્રતિભાસ અજ્ઞાન છે.
હવે તે પ્રતિભાસનો દુરુપયોગ કર્યો. હવે તે જ જીવ પ્રતિભાસનો ઉપયોગ કરે છે. અરે ! રાગ મારામાં ક્યાં છે? હું તો જ્ઞાનમયી જ્ઞાયક છું. મને તો જાણનારો જણાય છે. ત્યાં જાણનારો જણાય છે ઈ.પ્રતિભાસનો ઉપયોગ થયો.
૫૦૭
મને મારી કહેલી વાત કરશો નહીં. પહેલાંના પ્રવચનોમાં હું ભલે કહી ગયો પણ હવે અમને ભેદ પ્રભેદની ઉપેક્ષા વર્તે છે. મને મારી કહેલી વાત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com