________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૩
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૪૯૯ જૈનદર્શનમાં કર્તાની વાત તો છે જ નહીં. પરંતુ ભેદજ્ઞાનની જ વાત છે. ભેદજ્ઞાનમાં પણ “જાણનાર જણાય છે” એ જ વાત છે.
૫૦૦
હું નિશ્ચય વ્યવહાર કાંઈ લગાડતો જ નથી. હું તો સ્વભાવથી જ વાત કરું છું. જો નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે તો વ્યવહાર નવે પરને જાણે છે તેમ વ્યવહાર ઊભો થશે. નિશ્ચયનય લગાડે તો વ્યવહાર ઊભો થશે. “હા.” જ્ઞાનીઓ સામાન્ય જનને સમજાવવા નય, નિક્ષેપ, પ્રમાણ, પ્રાથમિક સાધન છે. પણ તમે સ્વભાવની હદ ઉપર વયા જાવ તો એનો વિકલ્પ જ ઉત્પન્ન નહીં થાય. “હા...! એટલો વિકલ્પ ઉત્પન્ન થશે કે.. “ જાણનાર જણાય છે પણ તે વિકલ્પ તરત જ તૂટી જશે.
પણ નિશ્ચયથી જ્ઞાન આત્માને જાણે છે તો પ્રતિપક્ષ વ્યવહાર ઊભો થાય કે ન થાય ? થાય જ. કેમકે નિશ્ચયનય એકાંત કરે તો તો તે મિથ્યાનય છે. સાપેક્ષનય તે સમ્યક છે. નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય જ. પણ તેનાથી આગળ જવાનું છે. નયથી આત્માનો અનુભવ ન થાય. જ્ઞાનથી આત્માનો અનુભવ થાય.
૫૦૧
સેટિકાની ગાથામાં બહુ સરસ વાત આવી. ઊંચામાં ઊંચી વાત, છેલ્લામાં છેલ્લી વાત અને પહેલામાં પહેલી વાત. કે: ભાષા તો ફેરવ. એમાં સેટિકાની ગાથા છે. તેમાં નિશ્ચય વ્યવહાર બન્ને લીધા છે. પછી છેલ્લે વ્યવહાર લીધો છે. તેમાં ભાવાર્થકર્તાએ ભાવાર્થ કર્યો... કે આત્મા પરને જાણે છે તે લોકભાષા છે. લોકો કહે છે, અર્થાત્ અજ્ઞાનીની ભાષા છે. લોકોત્તર ભાષા તો જ્ઞાન જણાય છે, “જાણનાર જણાય છે” તારે વ્યવહાર લેવો છે ને ? ઓલા અસદ્દભૂત વ્યવહારની સામે આ સદ્દભૂત વ્યવહાર મૂક્યો. ભાષા ફર્યા વિના ભાવ નહીં ફરે.
૫૦૨ પર જણાતું નથી જાણનારો જણાય છે” એટલા શબ્દમાં તો આવો તમે. પક્ષમાં તો આવો. શબ્દમાં તો આવો અનુભવથી નિષેધ પછી આવશે. શબ્દ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com