________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૦૧
૪૯૦
“માત્ર જ્ઞાયક છું સ્વીકાર કરી લે !! હું તો જ્ઞાયક જાણનાર છું.” આ કોઈ ચીજ મારી નથી, પણ તેનો જાણનારે નથી. “જાણનાર જણાય છે” તે લઈ લે ને ! અત્તરમુખ આવી જા ને? હવે તો આવી જ જાય તેવું છે. પૂ. ગુરુદેવના પ્રતાપે કામ થઈ જાય તેવી વાત છે.
૪૯૧ સતત વિચારજે “જાણનારો જણાય છે” અને પર નથી જણાતું.
૪૯૨ “જાગતો જીવ” અર્થાત જાણતો જીવ! તે તો હું જ છું. તેથી તો “ જાણનારો જણાય છે.”
૪૯૩ આ પદાર્થ છે તેને શેય કહેવાય. ય સાપેક્ષ જ્ઞાનને જ્ઞયાકાર અવસ્થા કહેવાય. જ્ઞાયક સાપેક્ષ જ્ઞાનને યાકાર અવસ્થા કહેવાય. જગતના જીવો કેમ પામે તેવી કરુણાથી આ શાસ્ત્રો લખાણાં છે. આવી જ્ઞાનની પર્યાયને યાકાર કહેવામાં આવે છે.
આ લાકડું શેય છે. તેનો જ્ઞાનમાં પ્રતિભાસ થયો. જ્ઞાન સ્વચ્છ છે ને? આમાં (પદાર્થમાં) પ્રયત્ન નામનો ગુણ છે. આ પ્રમાતા છે. શેયની અપેક્ષાથી
યાકાર જ્ઞાન. આ જ્ઞાન જ્યારે જણાય છે ત્યારે “ જાણનાર જણાય છે.” જ્ઞય જણાતું નથી, જ્ઞય સાપેક્ષ જ્ઞાન જણાતું નથી, જ્ઞાયક સાપેક્ષ જ્ઞાન જણાતું નથી. એકલો જ્ઞાયક જણાય છે. અંદરથી છૂટવાની વિધિ બતાવે છે.
૪૯૪ જાણનારો જણાય છે” તેમ થોડી વાર લેતાં ઉપયોગ સૂક્ષ્મ થતો થતો, સૂક્ષ્મ ત્રિકાળી દ્રવ્યને પકડી લે છે.
૪૯૫ જિજ્ઞાસા:- દેખનાર જાણનાર ચૈતન્ય આત્મા છું તો હજુ કેમ પ્રત્યક્ષ અનુભવ નથી થયો !?
સમાધાન- પર પદાર્થ મને જણાતા જ નથી. મને “જાણનાર જણાય છે.” એવા પરોક્ષ જ્ઞાનમાં પણ હજુ જીવ આવ્યો નથી. તો પ્રત્યક્ષ તો ક્યાંથી થાય!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com