________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧OO
જાણનારો જણાય છે
૪૮૪
જે સમયે “જાણનારો જણાય છે તે જ સમયે જ્ઞાન ભૂલે છે કે જાણનારો નથી જણાતો. અને એકાંત પર જણાય છે તેમ માને છે.
૪૮૫
આત્મા કરનાર નથી તેથી કરનાર પણે જણાતો નથી. આત્મા જાણનાર છે. જ્ઞાત: આમાં લખ્યું છે. આત્મા જાણનાર પણ છે તેથી જાણનાર પણે જણાય છે. કરનાર નથી તેથી કરનાર પણ જણાતો નથી.
४८६
જ્ઞાતા, જ્ઞાયક પણે જણાયો. “જાણનાર છું અને જાણનાર જણાય છે.” તેમ જણાય તો તો સર્વ અવસ્થામાં “જાણનાર જ જણાય છે. ” તે તો તે જ છે. નિર્વિકલ્પ અવસ્થામાં “જાણનાર જણાય છે”, સવિકલ્પ દશામાં પણ તે જ જણાય છે. પંચ મહાવ્રત જણાતા જ નથી.
४८७
“હું જાણનાર છું” તો જાણનાર જાણે કે કર્મને બાંધે? જાણે, પણ બાંધે, છોડે કરે નહીં. પરિણામ ચિંતા કરવાને કાબિલ નથી. તો પછી ફેકટરી એની મેળે ચાલે છે? ઈ જતા હોય ત્યારે ચાલે ને? અરે! એની મેળે ચાલે છે. આત્મા ફેકટરીને જાણતો નથી તો પછી ચલાવે કયાંથી? એ તો “જાણનાર જણાય છે.” તેને જાણે છે. આ બાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે.
૪૮૮ પ્રત્યેક જીવને, પ્રત્યેક સમયે અભેદપણે “જાણનાર જણાય છે.” જ્ઞાયક જણાય છે. વગર પુરુષાર્થ જણાય છે હોં !! કેમકે સ્વભાવ છે. સ્વભાવમાં પુરુષાર્થની જરૂરત નથી. માત્ર સ્વીકારની જરૂરત છે.
૪૮૯ અગ્નિ લાકડાં છાણાંને બાળે છે તેમ કહેવાય છે પણ બાળતી નથી. એમ છે નહીં. વ્યવહારનયનાં જેટલાં કથન હોય તેને અસત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાન છોડી દે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ન કરે, તો તે નિશ્ચય કે વ્યવહાર? “નિશ્ચય.' નિશ્ચયમાં કરવું નથી. પણ જાણવું છે. “જાણનાર જણાય છે” તે નિશ્ચય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com