________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ८८
જાણનારો જણાય છે ઉપાદાન, ઉપાદાન એટલે સત્.
૪૭૩
“જાણનાર જણાય છે એ તો ભેદ છે, ઈ કાઢી નાખ. “જાણનાર તે જ હું છું” વ્યવહાર ઓળંગ્યા વિના નિશ્ચય હાથમાં નહીં આવે.
४७४ મને શેય જણાતું નથી, જોય સાપેક્ષ જ્ઞાન પણ જણાતું નથી એકલો “જાણનાર જણાય છે.” ચાંદીની થાળીમાં રોટલી જણાય છે? “ના.” રોટલી સંબંધીનું જ્ઞાન જણાય છે? “ના.” જ્ઞાયક સંબંધીનું જ્ઞાન જણાય છે? “ના.' એકલો જ્ઞાયક જાણનાર જણાય છે.
૪૭૫
જ્ઞાતઃ જણાયો, જ્ઞાત તે તો તે જ છે. જે જાણવામાં આવ્યો તે જ જણાય છે. વિષય ફરતો નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં જ્ઞાયક જણાય છે, અને સવિકલ્પમાં પ્રતિમા જણાય છે તેમ નથી. પ્રતિમા જણાય છે ત્યારે “જાણનાર જણાય છે.” માટે તો નિર્જરા ચાલુ છે. જે પ્રતિમા જણાય તો જ્ઞાનનું અજ્ઞાન થાય તો નિર્જરા ચાલુ ન રહે.
४७६
સમયસાર શાસ્ત્રની છઠ્ઠી ગાથા જણાય છે? ના.” તો શબ્દશ્રુત જણાય છે? “ના.' શબ્દધૃત સંબંધીનું જ્ઞાન જણાય છે? “ના.” તો આત્મા સંબંધીનું જ્ઞાન જણાય છે? ના.”
શુદ્ધાત્મા-જ્ઞાયક, “જાણનાર જણાય છે.” ઈ પણ અભેદ થઈને જણાય છે. પર્યાયથી આત્મા નથી જણાતો. શ્રુત જ્ઞાનથી આત્મા નથી જણાતો. આત્મા આત્માથી જણાય છે. ભેદ હો.. પણ ભેદથી આત્મા જણાતો નથી.
४७७
જાણનાર છું ને જાણનાર જણાય છે તો જ્ઞાનજ્ઞાનને મળી ગયું. જ્ઞાયકે પર્યાયને અંદર ખેંચી લીધી પછી જ્ઞાન પર્યાય જ્ઞાયક સમુદ્રમાં મળી ગઈ. આમ અનુભવમાં અટક હતી તે નીકળી ગઈ. શું અટક હતી? હું પરને જાણું છું તે અટક હતી. આત્મા પરને પ્રસિદ્ધ નથી કરતો આ ગાથા જ્ઞાનપર્યાયનો વ્યવહારનો નિષેધ કરાવ્યો છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com