________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત જ અસ્તિ છે. ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એક વાક્યમાં તો..!!
જ્ઞાયક જ જણાય છે, જાણનાર જ જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. જ્ઞાન મને જ જાણે છે? કહે, “હા.” જ્ઞાન બીજાને જાણે છે? કહે, “ના” એ જ્ઞાનનું નામ ભૂતાર્થનય છે. જે મને પ્રસિદ્ધ કરે તે જ શુદ્ધનય છે. જે મને પ્રસિદ્ધ ન કરે તે શુદ્ધનય નથી.
४७० વિશેષને જોનારી આંખ બિલકુલ બંધ કરી દે. ઉઘાડેલી દ્રવ્યાર્થિક આંખ વડે જો ! એમ કહે છે ભાઈ ! ગજબ વાત છે. ઘણું ઊંડાણ આમાં રહેલું છે. ઘણી ઊંડી વાત છે. તેને ધીરજથી, શાંતિથી સાંભળ! પરને હું જાણું છું એવો જે પક્ષ એને છોડીને તું “જાણનાર જણાય છે” તેવા પક્ષમાં તો આવી જા ! પક્ષાતિક્રાંત તો પછી.
૪૭૧ “જાણનાર જણાય છે” તેમાં એક જ સમયમાં શુદ્ધનય તેમજ અભેદનય બન્ને આવી જાય છે.
૪૭૨ જૈનદર્શનમાં સમય સમયનો હિસાબ છે. સવિકલ્પ વ્યવહારને નિશ્ચયનું કારણ કહ્યું છે ને? સવિકલ્પ વ્યવહાર પૂર્વે હતો ને? જ્ઞાનથી આત્મા જણાય છે એવો વ્યવહાર આવ્યો !! જાણનાર જણાય છે એવો વ્યવહાર આવ્યો !! ભેદ આવ્યો ને? પછી અંદર વયો ગયો તો ઓલા વ્યવહારથી આમ થયું તેમ કહેવાય.
પણ વ્યવહારથી ન થાય. ઈ તો ભેદ હતો. સંસાર ઊભો થયો. “જાણનાર જ જણાય છે એમાં જાણનાર નહીં જણાય. જાણનાર જણાય છે. ઈ ભેદ છૂટી જાય ત્યારે અનુભવ થાય. “ જાણનાર જણાય છે” તે પરોક્ષ જ્ઞાનને ભૂતનૈગમમાં નાખી દીધું. તે પરોક્ષ જ્ઞાનરૂપ વ્યવહાર હતો તેને ભૂતનૈગમમાં નાખી દીધું. પરોક્ષ પછી પ્રત્યક્ષ થયું, તેમાં અનુભવ થયો. પરોક્ષનો વ્યય થાય પછી પ્રત્યક્ષનો ઉત્પાદું થાય. આ ઉત્પાદુ થયો તે વ્યયથી નથી. ઉત્પાદું ઉત્પાથી છે. ઉપાદાનને નિમિત્તની અપેક્ષા ન હોય. ઉત્તર પર્યાય ઉપાદાન, પૂર્વ પર્યાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com