________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
થાય છે.
૯૫
દ
૪૬૨
જાણનારો કર્તા અને જણાય તે કર્મ એવું છે પણ એવું નથી એમાં અનુભવ
૪૬૩
શ્રદ્ધાને સમ્યક્ ક૨વા માટે જ્ઞાનમાં અસ્તિ નાસ્તિ અનેકાંત લે. સો ટકા જાણનાર જણાય છે”, અને સો ટકા ૫૨ જણાતું નથી. જ્ઞાન પોષક જ્ઞાન અજ્ઞાન થઈ જાય છે અને શ્રદ્ધા પોષક જ્ઞાન તે સમ્યક્શાન થઈ જાય છે.
૪૬૪
પ્રવચનસાર ગાથા ૧૧૪માં અનુભવમાં કયાં અટકે છે. અટક નીકળીને અનુભવ થાય તેનાં માટે આ ગાથા આપણે વિચારીએ.
હવે પૂ. ગુરુદેવના ઉદય પછી ગુરુભક્ત એમ તો ન કહે કે દેહ મારો અને રાગ મારો. અંદર અભિપ્રાયમાં એ શલ્ય હોય એ વાત જુદી છે. પણ ભાષા તો ફેરવ, કે હું જાણનાર છું; હું જ્ઞાયક છું; હું ચૈતન્ય છું, હું ચેતનાર છું; હું દેખનાર જાણનાર ચૈતન્ય આત્મા છું.
૫૨ પદાર્થ મને જણાતા જ નથી. મને “ જાણનાર જણાય છે.” એવા પરોક્ષજ્ઞાનમાં પણ હજુ જીવ આવ્યો નથી તો પ્રત્યક્ષ કયાંથી થાય? શું કહ્યું ફરી વાર!!
આ આત્માનો અનુભવ કરવાની કળા સંતો જાહેર કરે છે. આ...૫૨ દ્રવ્યો છે તેને હું જાણું છું તેનો અભિપ્રાય મિથ્યા છે. એનો ઉપયોગ તો ૫૨ સન્મુખ જ રહી ગયો. હવે તું એટલું કર કેઃ ૫૨ ૫દાર્થનો જેવી રીતે હું કર્તા નથી અકર્તા તેમ ૫૨ પદાર્થનો હું જ્ઞાતા પણ નથી. ભલે પ્રથમ શરૂઆતમાં કર્તાબુદ્ધિ છોડવા માટે હું જ્ઞાતા છું એમ લીધું, પણ હવે હું ૫૨નો જ્ઞાતા છું એ વાત છોડી દે. આ લેશન નંબર બેની વાત છે. ૫૨નો જાણનાર છું ઈ.... છોડી દે....
ત્યારે શું કરવું? શિષ્ય ગુરુને પૂછે છે.... હવે તું એટલું કર કે મને જાણનાર જણાય છે, જ્ઞાયક જણાય છે; એટલું લે ! જાણનાર જણાય છે એમ તું લે તો તારા જ્ઞાનમાં પરોક્ષપણે જ્ઞાયક આવી જશે. પરોક્ષ અનુભૂતિ થઈ જશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com