________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૯૯
૪૭૮
સાધક દશામાં, શેયાકાર અવસ્થામાં અમને તો “જાણનાર જણાય છે.” પણ અમને આ ચોખ્ખું ઘડિયાળમાં જણાય છે ને? ઈ. ચોખ્ખું નથી જ્ઞાન તારું મેલું છે. ઘડિયાળ જણાય છે તે તો અજ્ઞાન છે જ, પણ... ઘડિયાળ સંબંધીનું જ્ઞાન જણાય છે તે અજ્ઞાન છે. “ જાણનાર જણાય છે” બીજું જણાય છે તે કહેવું વ્યવહાર છે. વ્યવહાર અભૂતાર્થ છે.
૪૭૯
“જાણનારો જણાય છે ને જાણનારને જાણું છું” એમ પણ અનુભવમાં રહેતું નથી. “હું તો જાણનાર છું.”
૪૮૦ જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે, સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક જણાય છે. છઠું ગુણસ્થાન હો કે સાતમું ગુણસ્થાન હો પણ નિરંતર
જાણનાર જણાય છે.” લડાઈમાં શાંતિનાથ ભગવાનને ચક્ર જણાય છે ને? એ તારું ચક્કર ફરી ગયું છે. એને ઈન્દ્રિયજ્ઞાન જાણે છે. પણ જાણનાર આત્મા તો જાણનારને જાણતો પરિણમે છે.
૪૮૧ “જાણનાર જણાય છે” એમાં અનુભવ થાય છે. આ ગુરુમંત્ર છે. “ જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ.”
૪૮૨ “જાણનાર જણાય છે પર નથી જણાતું” તેવા સમ્યફ એકાંતપૂર્વક અનેકાંત થાય છે. નય પૂર્વક પ્રમાણ.
૪૮૩ આત્મા પરને જાણે છે તેમ કહેવાય છે. પણ આત્મા પરને જાણતો નથી. અગ્નિએ આજ દિવસ સુધી કોઈ લાકડાંને બાળ્યાં જ નથી. અત્યાર સુધી પરને જાણતો જ નહોતો. પણ એ તો “ જાણનાર જણાય છે તે ભૂલી જાય છે, તે ભ્રાંતિ છે. ન સમજાય એટલે ઠેકડા મારે. વીરજીભાઈ વકીલ કહેતા હતા. લાલુભાઈ! “ જાણનાર જણાય છે” હોં! “હા.” “ જાણનાર જણાય છે.” તમે સાચા છો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com