________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જાણનારો જણાય છે
૯૬
મને બીજું કાંઈ જણાતું નથી; આહાહા! પ્રતિમાની સામે ઊભો છું પણ પ્રતિમાજી મને જણાતાં નથી. ચૈતન્ય પ્રતિમા જ જણાય છે ઈ... અરિહંત ભગવાનનો વિવેક છે. અરિહંત ભગવાને કહ્યું છે કે તું મારું લક્ષ છોડી અને તું તારું લક્ષ કર.
૪૬૫
જાણનાર છું અને જાણનારો જ જણાય છે તો મનમાં આત્મા આવી ગયો. પછી જ્ઞાનમાં પ્રત્યક્ષ આત્મા થઈ જાય છે. લૌકિકમાં પહેલાં સગાઈ થાય છે, પછી લગ્ન થાય છે. તેમ પ્રથમ અનુમાનમાં આવે છે પછી અનુભવમાં આવે છે.
૪૬૬
ઘટનો જાણનાર કહેવા છતાં, જાણનાર જાણનારને જ જાણે છે. ઘટને જાણતો નથી.
૪૬૭
ભેદજ્ઞાનના મંત્રથી ધરમ થાય છે. પંચ પરમેષ્ઠીની ભક્તિથી કરમ થાય છે. હું તો જ્ઞાતા છું; તો જ્ઞાન અંદરમાં જાણવાવાળાને જાણવા વયું ગયું. કહે છે... જાણનાર જણાય છે તો ધરમ છે. અને પરજ્ઞેય જણાય છે તો કરમ છે. ચૈતન્ય પ્રતિમાને દેખે જાણે તો ધરમ થઈ ગયો. અને જ્ઞેયને દેખે તો કરમ થઈ ગયું. ધર્મીના આશ્રયે ધરમ થાય છે તે નિયમ અને પરના આશ્રયે કરમ થાય છે, બસ બે જ વાત છે.
૪૬૮
સમકિત.
જાણનાર જણાય છે →
જાણનાર જણાયા જ કરે
→ શ્રેણી.
૪૬૯
શ્રી સમયસાર ગાથા-૧૩ “ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે.” અંતરષ્ટિથી જોઈએ તો કોઈ નવતત્ત્વો દેખાતાં નથી. અભેદમાં ભેદ દેખાતો નથી, ભેદ નથી માટે ભેદ દેખાતો નથી. માટે નવતત્ત્વો અવિધમાન છે. નવતત્ત્વો છે જ નહીં ને!! આહા! જેટલું અસ્તિરૂપ છે તેટલું જ દેખાય છે. જેટલું દેખાતું નથી તેની અસ્તિ નથી. ભૂતાર્થનયથી જેટલું દેખાય છે. તેટલી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com