________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૮૯ સમાધાન: “હું પરને જાણતો જ નથી, માત્ર જાણનારને જ જાણું છું; એ જ એક માત્ર ઉપાય છે.
૪૩૯ અબ ક્યો ન વિચારતી હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાધન સે.” જાણનાર જણાય છે એ વાત અનંતકાળથી રહી ગઈ હતી. જેનું ધ્યાન ખેંચાશે કે અરે! મને તો જાણનાર જણાય છે.” તે અવશ્ય અનુભવને પામશે.
४४० કર્તબુદ્ધિ તો કદાચ જાય સવિકલ્પ દશામાં; ધારણામાંથી એ જાય; પણ... પરને જાણતો નથી, ઈ ધારણામાં એ આવતું નથી. હું પરને જાણતો નથી ને “જાણનારો જણાય છે” ઈ. ધારણામાં એ આવતું નથી. જીવો! વિધિ નિષેધમાએ આવતા નથી.
૪૪૧ નવતત્ત્વનાં નૈમિત્તિક પરિણામમાં અથવા નવતત્ત્વરૂપ ક્ષણિક ઉપાદાનમાં ઘણા કાળથી છુપાયેલી આત્મજ્યોતિ. આત્મજ્યોતિ તો હતી પણ તે તિરોભૂત ઢંકાયેલી હતી.
જેમ અગ્નિમાં સુવર્ણ તપાવવા મૂકયું હોય, તેમાં અનેક પ્રકારનાં વર્ષો થાય છે. તેમાંથી એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ, વર્ણમાં છુપાયેલા સુવર્ણને બહાર કાઢે. આ રીતે નવ તત્ત્વમાં છુપાયેલી આત્મજ્યોતિને અંતરમુખ થઈને... શુદ્ધનયથી બહાર કાઢીને.... “ જાણનાર જ જણાય છે, ધ્રુવ જણાય છે; બીજું કાંઈ જણાતું નથી. એકલો આત્મા જ જણાય છે. બીજું કાંઈ જણાતું નથી આમ સ્વપ્રકાશક જ છે.
૪૪૨ સમયસાર ગાથા ૧૭, ૧૮માં “જાણનારો જણાય છે” તે સરળતાની પરાકાષ્ઠા છે. પહેલાં અનુભવ કરવા માટે પરને જાણવાનો નિષેધ કરવો પડશે કે “હું પરને જાણતો નથી. એકવાર તમે જાણનારને જાણી લીધો પછી પર જણાય તો પણ પર નહીં જણાય. જ્ઞાન જ જણાશે. જ્ઞાન મુખ્ય થઈ ગયું; શેયો ગૌણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com