________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૯૧
તો તમે સાવ ભૂલી ગયા હતા. આહાહા! હું જાણનાર છું કરનાર નથી, જાણનારો જણાય છે, ખરેખર ૫૨ જણાતું નથી.” મહામંત્ર છે બસ.
૪૪૬
જાણનારો જણાય છે” તેમ જેને આવે તે કાં તો સમકિતી જ્ઞાની છે. અને કાં તો સમ્યક્ સન્મુખ છે.
66
૪૪૭
‘જાણનાર જણાય છે તેમાં ભવનો પાર નથી. પરંતુ “હું જાણનાર છું” તેમાં ભવનો અંત આવે છે.
66
૪૪૮
“ જાણનારો જણાય છે અને ખરેખર ૫૨ જણાતું નથી ”, તેમાં કોઈ પદાર્થ કર્તાનું કર્મ થતું નથી અને જ્ઞાનનું જ્ઞેય પણ બનતું નથી.
૪૪૯
દ્રવ્ય જણાય ત્યારે જ પર્યાય દ્રવ્યથી અભેદ થાય. પર જણાય તો પર્યાય દ્રવ્યથી અભેદ થાય ? આ નેપ્કિન જણાય છે, આનું મને જ્ઞાન થાય છે તો જ્ઞાન નેપ્કિન થઈ ગયું. “જે જેનું હોય તે તે જ હોય.” જ્ઞાન કયાં રહ્યું? ખલાસ થઈ ગયું.
જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે ત્યારે જ્ઞાન અને જ્ઞાયકનો ભેદ વિલય પામીને અભેદની અનુભૂતિ થાય છે, ત્યારે આનંદ આવે છે. જાણનાર તો છે પણ જણાય છે ત્યારે અનુભવ થાય છે. જણાય છે તેનો સ્વીકાર કરવો જોઈએ ને !!
“ જાણનારો જણાય છે” એ એને અંદરમાંથી આવવું જોઈએ ને ! અંદરમાંથી કયારે આવે? કેઃ પરને જાણવાનો નિષેધ કરે ત્યારે ને? એ મેઈન ચીજ છે.
૪૫૦
જિજ્ઞાસાઃ તમે જાણનારો જણાય છે તેમ કહો છો અને ૫૨ જણાતું નથી તેમ શા માટે કહો છો ?
સમાધાનઃ અરે! ૫૨ જણાય છે ઈ તારું શલ્ય છે. ઈ...કાઢવા માટે કહીએ છીએ. એટલે તારું નિશ્ચયજ્ઞાન પ્રગટ થતું નથી. ઓલું અંદ૨માં ૫૨ને જાણું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com